ભાણવડના વાગડીયાનેસ તેમજ સાકરોજા તળાવ પાસેથી દેશીદારૃની ઝડપાઈ બે ભઠ્ઠી

જામનગર તા. ૧૫ઃ ભાણવડના વાગડીયાનેસ તેમજ સાકરોજા તળાવ પાસેથી પોલીસે દેશીદારૃની બે ભઠ્ઠી પકડી પાડી છે ત્યાંથી ૧૩,૮૦૦ લીટર આથો અને તૈયાર દેશીદારૃ મળ્યા છે. એક શખ્સ ઝડપાયો છે, ત્રણ ફરાર થઈ ગયો છે ઉપરાંત ચંદ્રાવાડા ગામમાંથી ૩૦૦ લીટર આથો પકડાયો છે. નશાની હાલતમાં ઝુમતા શખ્સોની પણ અટકાયત કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાનાવાગડીયા નેસમાં દેશીદારૃ બનાવવાની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમી પરથી ગઈકાલે રાત્રે ભાણવડ પોલીસે દરોડો પાડતા ત્યાં પાણીના ઝરામાં ભઠ્ઠી મળી આવી હતી. જેમાં દેશીદારૃ ઉકળી રહ્યો હતો. સ્થળ પરથી પોલીસે ૨૫૦ લીટર તૈયાર દેશીદારૃ અને ૪૨૦૦ લીટર આથો તેમજ ભઠ્ઠીના સાધનો સાથે રાણપરના અરજણ પોલાભાઈ રબારીની ધરપકડ કરી છે જ્યારે તેનો સાગરિત વાઘાભાઈ કરશનભાઈ ઘેલીયા નાસી છૂટ્યો છે.

ભાણવડ તાલુકાના પાસ્તર રોડ પર આવેલા સાકરોજા તળાવ પાસે પાણીના વોકળામાં પણ ધમધમતી ભઠ્ઠી પોલીસના ધ્યાનમાં આવી જતા ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ સ્થળેથી ૯૬૦૦ લીટર આથો મળી આવ્યો છે. ભઠ્ઠીના સંચાલક મનાતા ધામણીનેસવાળા બાઘાભાઈ જગાભાઈ કોડીયાતર અને રાણપરનો ખીમાભાઈ બોઘાભાઈ સામળા પોલીસના દરોડા પહેલાં નાસી જવામાં સફળ થયા છે.

કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામમાં આવેલા અરસી માલદેભાઈ મેરના મકાનમાં ગઈકાલે પોલીસે પાકી બાતમીના આધારે તલાસી લેતા ત્યાંથી છ કેરબામાં ૩૦૦ લીટર આથો મળી આવ્યો છે જ્યારે અરસી મેર પલાયન થઈ ગયો છે.

દ્વારકામાં બરડીયા ગામમાં રહેતા ધનબાઈ રાયધરભાના મકાનમાં પોલીસે દરોડો પાડી પાંચ લીટર દેશીદારૃ પકડી લીધો છે જ્યારે સુરજકરાડીમાંથી નંઢાભા રાયમલભા માણેક દેશી દારૃ સાથે ૫કડાઈ ગયો છે. મીઠાપુરના દેવપરામાંથી હમીર દેવાભાઈ ચાસીયા, સુરજકરાડીમાંથી રોબર્ટ દાસભાઈ મદ્રાસી નશાની હાલતમાં રખડતા ઝડપાયા છે. ઓખાના આર.કે. બંદર હીરાવતી જેટી પાસેથી લખમણ અરસીભાઈ સોલંકી દેશીદારૃ સાથે પકડાયો છે. સલાયાનો વિજય કિશોરભાઈ દેવીપુજક, જીતેન્દ્રસિંહ ગગજી જાડેજા નશાની હાલતમાં રખડતા ઝડપાઈ ગયા છે. મોટામાંઢાના ભાવનાબા દિલીપસિંહ જાડેજાના કબજામાંથી પોલીસે દેશીદારૃનો જથ્થો કબજે લીધો છે.

close
Ank Bandh
close
PPE Kit