બેંકીંગ ક્ષેત્રની જુદી-જુદી પરીક્ષાઓ અંગે માર્ગદર્શન આપતો યુ-ટ્યુબ લાઈવ વેબિનાર

જામનગર તા. ૧૫ઃ જિલ્લા રોજગાર કચેરી, જામનગર અને સુવિખ્યાત યુ-ટ્યુબ અને કારકિર્દી નિષ્ણાત વક્તા જયેશભાઈ વાઘેલા (પૂર્વ બેંક કર્મચારી) દ્વારા સંયુક્ત રીતે એમ્પ્લોયમેન્ટ ઓફિસ જામનગરની ઓફિશિયલ યુ-ટ્યુબ ચેનલ પર બેંકીંગ ક્ષેત્રની જુદી જુદી આઈબીપીએસ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કેમ કરવી તે અંગે માર્ગદર્શન લાઈવ સેશન વેબિનાર યોજાયો હતો. જેમાં એમ્પ્લોયમેન્ટ ઓફિસ જામનગરની ઓફિશિયલ યુ-ટ્યુબ ચેનલના ર૩૦ થી વધુ સબસ્ક્રાઈબ ઉમેદવારોએ લાઈવ ભાગ લઈને પીપીટી દ્વારા સરળ અને ખૂબ જ માર્ગદર્શક માહિતી મેળવી હતી. આ વેબિનારમાં જયેશભાઈ વાઘેલા દ્વારા મેથ્સ, રીઝનીંગ, ઈંગ્લીશ, સામાન્ય જ્ઞાન જેવી જુદી જુદી તૈયારીઓ કેમ કરવી, વર્તમાન સમયમાં કઈ કઈ પરીક્ષાઓ માટે ફોર્મ ભરાઈ રહ્યા છે જેની વિગતવાર માહિતી આપી હતી તથા હાજર ઉમેદવારોના સવાલોના જવાબ આપ્યા હતાં.

આ યુ-ટ્યુબ ચેનલ પર લાઈવ સેશન વેબિનાર રપ૮ ઉમેદવારોએ લાઈવ નિહાળ્યો અને માર્ગદર્શન મેળવેલ તથા મદદનીશ નિયામક જામનગર, સરોજબેન સાંડપા દ્વારા ઉમેદવારોને બેંકીંગ ક્ષેત્રમાં આગળ વધવા તથા કારકિર્દી બનાવવા માટે પ્રેરણાત્મક સ્પીચ આપી હતી. આ સમગ્ર લાઈવ સેશનનું સંચાલન જિલ્લા રોજગાર કચેરીમાં ફરજ નિભાવતા કરિયર કાઉન્સેલર અંકિતભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સેમિનાર માટે ૧૩૦૦ ઈમેઈલ અને સોશિયલ મીડિયા પર પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો. વધુમાં જિલ્લા રોજગાર કચેરી, જામનગર દ્વારા જામનગર જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારોને વિનામૂલ્યે રોજગારી તથા નોકરીની માહિતી મળી રહે તથા નોકરીની તક મળી રહે અને ઉમેદવારો મોબાઈલ થકી જિલ્લા રોજગાર કચેરી સાથે જોડાઈ તે માટે જિલ્લા રોજગાર કચેરી દ્વારા યુ-ટ્યુબ ચેનલ એમ્પ્લોયમેન્ટ ઓફિસ જામનગર, ટેલિગ્રામ ચેનલ જ્રછઙ્મઙ્મર્દ્ઘહ્વૈહર્કદ્બિટ્ઠંર્ૈહ અને ફેસબુક પેજ એમ્પ્લોયમેન્ટ ઓફિસ જામનગર પણ ચલાવવામાં આવે છે. જેમાં વધુમાં વધુ ઉમેદવારો જોડાઈ અને વિનામૂલ્યે માહિતી તથા માર્ગદર્શન મેળવી શકે છે તથા જિલ્લા રોજગાર કચેરી જામનગરની યુ-ટ્યુબ ચેનલ એમ્પ્લોયમેન્ટ ઓફિસર જામનગર પર પોસ્ટ કરવામાં આવેલા માર્ગદર્શક વીડિયો જોવા તથા વિનામૂલ્યે માહિતી મેળવવા જણાવવામાં આવે છે. આ માધ્યમ દ્વારા જિલ્લા રોજગાર કચેરી જામનગર સાથે કોઈપણ ઉમેદવારો જોડાઈને માહિતી માર્ગદર્શન મેળવી શકે છે.

close
Ank Bandh
close
PPE Kit