જામનગર ડીઆરઆઈની બાતમીના આધારે મુંબઈ-હૈદ્રાબાદથી એક કરોડનું સોનું ઝડપાયું

જામનગર તા.૧૪ઃ જામનગર ડીઆરઆઈની બાતમીના આધારે મુંબઈ હૈદ્રાબાદ એરપોર્ટ પરથી સોનાની દાણચોરી કરતા ત્રણ શખ્સોએ રૃા. એક કરોડની કિંમતના સોના સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.

જામનગર સ્થિત ડીઆરઆઈ કચેરીમાં અધિકારીને સોનાની હેરફેર અંગે બાતમી મળી હતી. આથી જામનગરની ટીમ દ્વારા આ બાતમી પહોંચાડવામાં આવી હતી. જેના આધારે મુંબઈ અને હૈદ્રાબાદ એરપોર્ટ પર કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું. અને વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમ્યાન દુબઈથી આવનાર શખ્સની સૂટકેસમાંથી દાણચોરીથી લાવવામાં આવેલ સોનાનો જથ્થો કબજે કરી લેવામાં આવ્યો છે. તથા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

આ ઉપરાંત હૈદ્રાબાદ એરપોર્ટ ઉપરથી પણ જયપુરના બે ખેપિયાને દાણચોરીના સોનાના જથ્થા સામે ઝડપી લેવામાં આવ્યા હતા. સાથે ત્રણ શખ્સોને રૃા. એક કરોડની કિંમતના ૨ કિલો ૫૧૨ ગ્રામ સોનાના જથ્થા સાથે કુલ ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામની માહિતી જામનગર ડીઆરઆઈ દ્વારા આપવામાં આવી હતી. આથી સોનાની હેરફેર કરવા ત્રણ કેરિયરને ઝડપી લેવાયાં છે. મળતી માહિતી મુજબ એક આરોપીએ હથોડીમાં સોનું છૂપાવ્યું હતું. પરંતુ બાતમી મળી જતા આ જથ્થો ઝડપી લેવામાં સફળતા મળી હતી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit