જામનગરના વેપારી સાથે છેતરપિંડી કરનાર બે આરોપીના જામીન મંજૂર

જામનગર તા. ૩ઃ જામનગરના એક વેપારીને ઉધાર કોલસો ખરીદી રૃપિયા સત્યાવીસ લાખ ઉપરાંતના ચેક આપી છેતરપિંડી આચરનાર ત્રણ શખ્સ સામે ગુન્હો નોંધાયા પછી પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. તેમાંના બે આરોપી જામીનમુકત થયાં છે.

જામનગરના ઉદ્યોગ નગરમાં ગુજરાત ઈન્ડ. કોલ એન્ડ કોક ટ્રેડર્સ નામની પેઢી ચલાવતા ત્રિભોવનભાઇ દામજીભાઈ નડિયાપરા નામના વૃદ્ધ પાસેથી કોલસાનો હોલસેલ વેપાર કરવા માટે હર્ષિલ દોઢીયા નામના શખ્સે પોતાના સાગરિત સંદીપ ગજ્જરના નામની આર.કે એન્ટરપ્રાઇઝ નામની પેઢી બનાવી બેંકમાં કરન્ટ ખાતું ખોલાવ્યા પછી નલિન ચૌહાણને સાથે રાખી કોલસાની ખરીદી શરૃ કરી હતી. શરૃઆતમાં ખરીદી નાણાં ચૂકવ્યા પછી ત્રિભોવનભાઇને એક મહિનાની ઉધારી આપવાનું કહી રૃા. ૨૭,૭૫,૬૫૫ની રકમનો કોલસો ઉધાર ખરીદી ૧૫ ચેક આપ્યા્ હતાં.

તે ચેક બેન્કમાંથી નાણાના અભાવે પરત ફરતાં ત્રિભોવનભાઇએ પોલીસમાં આઈપીસી ૪૦૬, ૪૨૦, ૧૨૦(બી) હેઠળ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સંદીપ ગજ્જર, નલિન ચૌહાણ તથા હર્ષિલ દોઢિયાની ધરપકડ કરી હતી. તે પછી આરોપીઓ પૈકીના સંદીપ તથા નલિન ચૌહાણે જામીનમુક્ત થવા માટે અદાલતમાં અરજી કરતા અદાલતે બન્નેને જામીન પર છોડવાનો હુકમ કર્યો છે. આરોપીઓ તરફથી વકીલ અશ્વિન બારડ તથા હિતેશ ચૌહાણ રોકાયાં છે.



અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit