પકોડાની રેકડીએ ટોળુ એકઠું થતા પોલીસ દોડી

જામનગર તા. ૧ઃ જામનગરના સરૃ સેક્શન રોડ પર પકોડા વેચતા એક રેકડી ધારકે સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરાવી ટોળુ એકઠું કરતા પોલીસ દોડી ગઈ હતી.

જામનગરના સરૃ સેક્શન રોડ પર સરલાબેન ત્રિવેદી આવાસ નજીક પકોડા વેચતા દેવાભાઈ વસરામભાઈ ભરવાડે ગઈકાલે પોતાની રેકડી પર ગ્રાહકોનું ટોળુ એકઠું કર્યું હતું. જેની જાણ થતા પોલીસે દોડી ગઈ હતી.

રેકડીધારક સામે પોલીસે ગ્રાહકોમાં સોશ્યલ ડીસ્ટન્સ નહીં જાળવવા અંગે આઈપીસી ૧૮૮, ૨૭૦ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો છે. 

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit