જામનગર તા. ૭ઃ શ્રી ઘુમલી ગણેશ મહેશ્વરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચૈત્ર માસમાં લુણંગ ગણેશ ઉત્સવનું આયોજન ઘુમલી મુકામે કરવામાં આવે છે. પરંતુ હાલ કોરોના મહામારીને ધ્યાને રાખી અને ટ્રસ્ટના હોદ્દેદારોની યોજાયેલી મિટિંગમાં લેવાયેલ નિર્ણયના પગલે આગામી તા. ૧પ અને ૧૬ એપ્રિલના આયોજીત શ્રી લુણંગ ગણેશ ઉત્સવ-ર૦ર૧ મોકૂફ રાખવામાં આવ્યો છે. જેની સર્વે જ્ઞાતિજનો અને ધર્મપ્રેમી જનતાને નોંધ લેવા પ્રમુખ રાણાભાઈ જીવાભાઈ વારસાખિયા અને મહામંત્રી જયંત વારસાખિયાએ જણાવ્યું છે.