૧૮ વર્ષથી વધુ વયના લોકોને પણ કોવિડ વેકસીનેશન કરાવવા રજુઆત

જામનગર તા. ૭ઃ દેશમાં કોવિડ-૧૯ મહામારી બીમારીના બીજા તબક્કામાં મોટા પ્રમાણમાં ફેલાવા જઈ રહેલા છે. ત્યારેદેશની યુવા જનરેશન કે જેમની ઉંમર ૧૮ વર્ષ કરતાં વધુ અને ૪૫ વર્ષથી ઓછી છે તેવા યુવાનો-યુવતીઓ કે જેઓ તેમની ઉંમરના હિસાબે દેશના દેશના મોટાભાગના ધંધા, નોકરીઓ, વેપાર ઉદ્યોગો સાથે જોડાયેલા છે. તેવા લોકો આ ૧૮ વર્ષ અને ૪૫ વર્ષની વચ્ચેની વય મર્યાદામાં આવે છે. તેવા તમામ યુવાનો કે પીઢ મધ્યમ વયના લોકો છે. તેવા બધાને રોજેરોજ કોઈને કોઈ કારણસર બહાર સતત લોકોની વચ્ચે જવાનું થતું હોય છે ત્યારે આ બધા લોકોએ ભારે ભીડભાડ વાળી જગ્યાઓ વચ્ચેથી તેમજ બસો, ટ્રેનો, કે એર દ્વારા ધંધાર્થે વારંવાર જવાનું તેમજ હરફર ફરજિયાત પણે રોજીરોટી કમાવા માટે કરવી પડે છે. ત્યારે અનેક લોકોના સંપર્કમાં આવવાનું થાય છે તેવા સમયે આ બધા યુવાનો/યુવતીઓને આ કોવિડ-૧૯ મહામારીથી સંક્રમિત થવાનો પણ ખૂબ જ મોટો ભય ઉપસ્થિત થાય છે.

આ તમામ બાબતો ધ્યાને લેતા ૧૮ વર્ષથી ઉપરની વયમાં આવતા તમામ યુવક-યુવતીઓને પણ આ કોવિડ-૧૯ની મહામારીનું વેકસીનેશન કરવાનું તાત્કાલિક શરૃ કરવામાં આવે. કારણ કે આ યુવાઓ આપણા  દેશની કરોડરજ્જુ છે. તેમજ સૌથી વધુ કોવિડ-૧૯થી સંક્રમિત થવાનો ભય પણ આ જ વયજુથના લોકોને છે. તેથી તેમને વેકસીનેશન કરાવવાની વ્યવસ્થા કરવા કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઈ માડમે વડાપ્રધાનને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે.

દેશ આજે કોવિડ-૧૯ની મહામારી તથા અને અનેક લોકોના મૃત્યુના ભય સામે જજૂમી રહ્યો છે ત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં વેકસીનેશન કાર્યને પહોંચી વળવા માટે યુદ્ધના ધોરણે ખાનગી તબીબી સેવાનો લોકો તથા હોસ્પિટલોને પણ રીકવીઝીટ કરી આ કાર્યમાા સહયોગ મેળવી શકાય.

close
Ank Bandh 29 March
close
PPE Kit