ભાડાના મકાનમાં શરાબનો જથ્થો રાખનાર શખ્સ પલાયન

જામનગર તા. ૧૭ઃ જામનગરના ધરારનગર-૧ વિસ્તારમાં આવેલા એક ભાડાના મકાનમાંથી અંગ્રેજી શરાબનો જથ્થો ઝડપાયો છે. આરોપી છેતાલીસ બોટલ મૂકી પલાયન થઈ ગયો છે.

જામનગરના ધરારનગર ૧ વિસ્તારમાં આવેલા સાત નાલા નજીક એક મકાનમાં અંગ્રેજી શરાબ પડ્યો હોવાની બાતમી મળતા ગઈકાલે સિટી બી ડિવિઝનના સ્ટાફે ત્યાં દરોડો પાડ્યો હતો.

આ વિસ્તારમાં નંદાબા ભીખુભા રાઠોડના મકાનમાં ઓરડી ભાડે રાખી અનિરૃદ્ધસિંહ નટુભા ચુડાસમા ઉર્ફે અનોપસિંહ નામના શખ્સે તે ઓરડીમાં અંગ્રેજી શરાબની ૪૬ બોટલ રાખી હોવાનું ખુલ્યું હતું. પોલીસે રૃા. ૨૩,૦૦૦ની બોટલ કબજે કરી છે જ્યારે પોલીસના દરોડા પહેલાં અનિરૃદ્ધસિંહ નાસી ગયો હોય તેની શોધ શરૃ કરવામાં આવી છે.

close
Ank Bandh
close
PPE Kit