તમાકુની તલબે વ્યસનીઓને દોડાવ્યાઃ લોકડાઉનની અફવા પછી ખરીદી માટે પડાપડી

ભાવો આસમાને દોઢા-બમણા ભાવો વસુલાયાઃ

જામનગરમાં લોકડાઉનની સંભવિત અફવાના પગલે પાન-તમાકુના વ્યસનીઓમાં દોડધામ મચી ગઈ હતી અને વ્યસનીઓ મોંઘા ભાવે પણ ખરીદી માટે પડાપડી કરી રહ્યાં હતાં. જામનગર શહેરમાં આગામી દિવસોમાં લોકડાઉન આવી શકે છે, અથવા તો કરફયૂ લાગુ પડી શકે છે. તેવી ભીતિને પગલે વ્યસનીઓમાં દોડધામ થઈ, અને પાન, મસાલા, તમાકુ, સોપારી, ગુટકા, બીડી વિગેર લેવા માટે પડાપડી કરવામાં આવી રહી છે. કેટલાક હોલસેલરોએ પોતાની દુકાનો બંધ કરવાનો વારો આવ્યો છે, જ્યારે કેટલાક વેપારીઓ દ્વારા વ્યસનીઓ પાસેથી વધુ ભાવ પણ વસૂલવામાં આવી રહ્યાં હોવાનું ધ્યાનમાં આવ્યું છે. જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી ગયું હોવાથી અને હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને લોકડાઉન લાગુ કરવા માટેની તાકીદ કરાઈ હોવાથી જામનગર શહેરમાં પણ લોકડાઉન લાગુ પડી શકે છે, તેવી અફવાના પગલે લોકોમાં દોડધામ થઈ ગઈ હતી. અનેક પાન-મસાલાના વિક્રેતાઓની દુકાનો પર તડાકો બોલી ગયો છે, અને પાન-મસાલા સોપારી ગુટકા તમાકુના પાઉંચ, બીડી વિગેરેની ખરીદી કરવા માટે લોકો પડાપડી કરી રહ્યાં છે. મોટાભાગની દુકાનોમાં વ્યસનીઓના ધસારાને લઈને કેટલાક હોલસેલરોએ પોતાની દુકાનો બંધ કરવાનો વારો આવ્યો છે. તો કેટલાક વેપારીઓ દ્વારા ભાવ વધારા પણ કરી દેવાયા છે, અને વ્યસનીઓ પાસેથી દોઢ ગણા અથવા તો બમણા ભાવ વસુલી રહ્યાં છે, પરંતુ તે ભાવ વધારો પણ સહન કરીને વ્યસનીઓ પોતાનું ઘર તમાકુ-સોપારીથી ભરવામાં લાગી ગયા છે.

close
Ank Bandh 29 March
close
PPE Kit