પત્ની સાથે બોલાચાલી થતા માઠું લાગી આવવાથી ૨૮ વર્ષીય યુવાનનો ગળાફાંસો

જામનગર તા.૨૧ઃ જામનગરના દરેડ જીઆઈડીસીમાં વસવાટ કરતા મૂળ મધ્યપ્રદેશના એક શ્રમિકને ગઈકાલે પત્ની સાથે સામાન્ય બોલાચાલી થયા પછી તેમના પત્ની ઓરડીમાંથી બહાર ચાલ્યા જતાં એકલા પડેલા શ્રમિકે ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવી લીધું છે.

જામનગર નજીકના દરેડ જીઆઈડીસી-ફેઝ-૨માં આવેલા પટેલ ચોકમાં એક ઓરડીમાં વસવાટ કરી મજુરીકામ કરતા મૂળ મધ્યપ્રદેશના દતીયા જિલ્લાના રહેવાસી ચાંદ શાહીદભાઈ મનસુરી (ઉ.વ.૨૮) નામના મુસ્લિમ યુવાનને ગઈકાલે તેમના પત્ની આઈશાબેન સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ ગઈ હતી ત્યારપછી આઈશાબેન ઝઘડો વધે નહી તે માટે રહેણાંક ઓરડીમાંથી બહાર ચાલ્યા ગયા હતાં.

તે મહિલા જયારે દોઢેક કલાક પછી પરત ફર્યા તે દરમ્યાન ચાંદ મનસુરીએ પત્ની સાથે થયેલી બોલાચાલીનું દુઃખ લગાવી ઓરડીમાં રહેલી લોખંડની આડીમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. પતિને ટીંગાતા જોઈ આઈશાબેને પોલીસને જાણ કરી હતી. દોડી આવેલા પંચકોશી બી ડિવિઝનના જમાદાર એમ.એલ. જાડેજાએ મૃતદેહનો કબ્જો સંભાળી આઈશાબેનનું નિવેદન નોંધ્યું છે.

close
Ank Bandh
close
PPE Kit