Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભગવતી રાજરાજેશ્વરી લલિતામ્બાનું વિશેષ પૂજન-અર્ચન
દ્વારકા તા. પઃ દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ આગામી તા. ૧૧ ઓકટોબર સુધી શારદીય નવરાત્રિ દરમ્યાન વ્રતાનુષ્ઠાન કરશે. સદાનંદજી મહારાજ દ્વારા તા. ૩ ઓકટોબરથી તા. ૧૧ ઓકટોબર સુધી શારદાપીઠમાં ભગવતી રાજરાજેશ્વરી લલિતામ્બાનું વિશેષ પૂજન-અર્ચન સહિત વિશેષ ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવનાર છે. નવરાત્રિ દરમ્યાન દરરોજ સવારે ૧૦ થી ૧ર તેમજ સાંજે ૬ થી ૮ સુધી ભાવિકો માટે સદાનંદજીના દર્શન ઉપલબ્ધ રહેશે. સર્વે ધર્મપ્રેમી જનતા તથા ભાવિકોને નવરાત્રિ દરમ્યાન સદાનંદજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા શારદાપીઠના બ્રહ્મચારી નારાયણાનંદજી દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial