દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના રસીકરણ અંગે યોજાઈ સમીક્ષા બેઠક

ખંભાળીયા તા. ૧૦ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર ડો. નરેન્દ્ર કુમર મીનાના અધ્યક્ષ સ્થાને કોરોના વાયરસ કોવિડ-૧૯ અન્વયે ગુગલ મીટના માધ્યમ થકી જિલ્લામાં કોવિડ-૧૯ ની પરિસ્થિતિ અને રસીકરણની કામગીરી બાબતે જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, તમામ તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર તેમજ તમામ ચીફ ઓફિસરે સાથે ઓનલાઈન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં જિલ્લામાં તમામ રસીકરણના કેન્દ્રો પરથી કરવામાં આવતા રસીકરણની વિગતો મેળવવી અર્બન વિસ્તારોમાં રસીકરણની કામગીરીને ઝડપી બનાવવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. રસીકરણને ઝડપી બનાવવા માટે યોગ્ય માળખુ તૈયાર કરી છેવાડાના વિસ્તાર સુધી રસીકરણ થાય તે માટે તાલુકા વિકાસ અધિકારીઓને સૂચન કરવામાં આવ્યું હતું.

વધુમાં રસીકરણની કામગીરીમાં વિસ્તાર પ્રમાણે રૃપરેખા તૈયાર કરી જિલ્લાના તલાટીઓ તેમજ શિક્ષકોની પણ મદદ લઈ રસીકરણની કામગીરીને ઝડપી બનાવવા માટે પણ જણાવવામાં આવ્યું હતું.



અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit