| | |

રાહુલ ગાંધીએ પ્રમુખપદ છોડતા કોંગ્રેસમાં ખાલીપોઃ સલમાન ખુર્શીદ

નવી દિલ્હી તા. ૯ઃ કોંગ્રેસના પીઢ નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી સલમાન ખુર્શીદે કોંગ્રેસમાં રાહુલ ગાંધીએ પ્રમુખપદ છોડ્યા પછી ખાલીપો અનુભવાતો હોવાનું જણાવી વસવસો વ્યક્ત કર્યો છે.

કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી સલમાન ખુર્શીદે પાર્ટીના ભવિષ્ય વિશે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે, આજે સંઘર્ષ એવી જગ્યાએ પહોંચી ગયો છે કે હવે કોંગ્રેસ વિધાનસભા ચૂંટણી જીતવા અથવા પોતાનું ભવિષ્ય નક્કી કરવા માટે કદાચ જ સક્ષમ હોય, તેમણે રાહુલ ગાંધીના અધ્યક્ષ પદ પરથી રાજીનામા વિશે કહ્યું છે કે, અમારી સૌથ્ી મોટી સમસ્યા એ છે કે અમારા નેતાએ અમને છોડી દીધા.

લોકસભા ચૂંટણીમાં હાર પછી રાહુલ ગાંધીએ રપ મે ના રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ પ૪ર માંથી પર સીટ જ જીતી શકી છે, જ્યારે ભાજપને ૩૦૩ સીટો મળી છે. ખુર્શીદે વધુમાં જણાવ્યું કે, મે મહિનામાં મળેલી હાર પછી રાહુલ ગાંધીએ ઉશ્કેરાટમાં રાજીનામું આપી દીધું છે. ત્યારપછી તેમની માતાને પાર્ટીની કમાન સંભાળવી પડી. શક્ય છે કે, ઓક્ટોબરમાં ચૂંટણી પછી પાર્ટીને નવા અધ્યક્ષ મળી શકે છે.

કોંગ્રેસની સ્થિતિ અંગે વસવસો વ્યક્ત કરતા સલમાન ખુર્શીદે કહ્યું કે, અમે સાથે બેસીને હારના કારણો શોધવાનો પ્રયત્ન નથી કર્યો. કોંગ્રેસની અંદર હજી એક ખાલીપો છે. સોનિયા ગાંધીએ પાર્ટી અધ્યક્ષનું પદ સંભાળ્યું છે, પરંતુ તેમણે આ પદ અસ્થાયી રીતે સંભાળ્યું છે. આવું ન હોત તો સારૃ હોત. ર૧ ઓક્ટોબરે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ માટે ખૂબ મહત્ત્વની માનવામાં આવે છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit