મોદી મંત્રીમંડળનું ટૂંક સમયમાં વિસ્તરણ

નવી દિલ્હી તા. ૧૪ઃ મોદી મંત્રીમંડળનું ટૂંક સમયમાં વિસ્તરણ થાય અને તેમાં એનડીએના સાથીદાર પ્રાદેશિક પક્ષોને વધુ પ્રતિનિધિત્વ મળે, તેવા સંકેતો મળી રહ્યા છે.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ મોદી મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચાએ જોર પકડ્યું છે. પરમદિવસે આંધ્રના સીએમ જગન મોહન રેડ્ડી પીએમ મોદીને દોઢ કલાક મળ્યા હતાં. આ જ ક્રમમાં બિહારના મુખ્યમંત્રી નીતિન કુમારનું મન પણ જાણવામાં આવી રહ્યું છે. માનવામાં આવે છે કે બજેટ સત્રના બીજા સત્રથી પહેલાં વડાપ્રધાન મંત્રીમંડળનું પ્રથમ વિસ્તરણ કરી શકે છે. દિલ્હી ચૂંટણીના પરિણામો બાદ બિનકોંગી વિપક્ષો એક થાય તેવી સંભાવના ધ્યાનમાં રાખી હલચલ શરૃ થઈ છે. સરકાર સાથીઓને રાજી કરવા અને એનડીએ સિવાયના પક્ષોને લાવવા માગે છે. ભાજપ વાયએસઆર કોંગ્રેસને કેબિનેટમાં સામેલ કરવા માગે છે.

જો પક્ષ રાજી થાય તો તેને લોકસભાનું ડેપ્યુટી સ્પીકર પદ અપાશે. જો જગન રેડ્ડી માની જશે તો ડે. સ્પીકર પદ નવીન પટનાયકના પક્ષને મળી શકે છે. આનાથી ભાજપ રાજ્યસભામાં તાકાત વધારી શકે છે.

સરકારની રચના સમયે મતભેદના કારણે જેડીયુ મંત્રી મંડળમાં સામેલ નહોતું થયું. અપના દળ પણ સામેલ નહોતું થયું. પાસવાન પોતાના પુત્ર ચિરાગને પ્રધાન બનાવવા માગે છે, બિહારમાં આ વર્ષે ચૂંટણી યોજાનાર છે તે જોતા જેડીયુ સરકારમાં સામેલ થાય અને લોજપા પણ રહે તેવું સરકાર માને છે. યુપીમાં અત્યારથી તૈયારી શરૃ કરવા માટે અપના દળને પણ સાથે રાખવું જરુરી છે. શિવસેના બહાર જતા જેડીયુને વધુ મંત્રીપદ આપવા સરકારને હવે વાંધો નથી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit