ખંભાળીયામાં મુખ્ય બજારમાં ભભૂકી આગ

ખંભાળીયા તા. ૧૭ઃ ખંભાળીયાના ચાર રસ્તા પાસે આજે બપોરે ઈલેકટ્રીકને એક દુકાનમાં ગેસના બાટલામાં ર્શો સર્કીટના કારણે આગ ભભૂકી હતી. બે બાટલા ધડાકા સાથે ફાટતા નાસીભાગ મચી ગઈ હતી. આગના કારણે રૃા. પંદરેક લાખનું નુકસાન થયું છે. ખંભાળીયામાં ચાર રસ્તા ૫ાસે આવેલી બંસી હોસ્પિટલ નજીકની ઈલેકટ્રીકની એક દુકાનમાં આજે બપોરે એકાદ વાગ્યે ફ્રીઝ તથા એસીમાં ભરવાના ગેસના બે બાટલામાં શોર્ટસર્કીટના કારણે ધડાકા સાથે આગ લાગી હતી. ભરબપોરે મુખ્ય બજારમાં આ બનાવ બનતા નાસીભાગ મચી ગઈ હતી.

જ્યાં આ બનાવ બન્યો છે ત્યાં આજુબાજુમાં પાંચ જેટલી હોસ્પિટલ આવેલી છે. આગ વિકરાળ બને તે પહેલાં ફાયરબ્રિગેડનો સ્ટાફ ધસી ગયો હતો. આગને કાબુમાં લેવાના પ્રયત્નો શરૃ થયા હતાં. તેમ છતાં અંદાજે પંદરેક લાખ રૃપિયાની નુકસાની થયાનું આકારવામાં આવી રહ્યું છે. તે વિસ્તારનો વીજપુરવઠો તાત્કાલીક અટકાવી ફાયરના સ્ટાફે કામગીરી શરૃ કરી હતી.

close
Nobat Subscription