જામનગર ફેક્ટરી ઓનર્સ એસો. દ્વારા બ્રાસ ઉદ્યોગના વિકાસ અર્થે વેબસાઈટ-મોબાઈલ એપ

જામનગર તા. ૧૩ઃ જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા તેમના સભ્યોની ઉત્પાદિત પ્રોડક્ટને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજાર મળી રહે અને તેમનો વૈશ્વિક પ્રચાર થાય તે માટે સંસ્થા દ્વારા સભ્યોની સંપૂર્ણ માહિતીસભર નામની વેબસાઈટ તથા મોબાઈલ એપ શરૃ કરવામાં આવી રહી છે. આ વેબસાઈટમાં જામનગરના બ્રાસઉદ્યોગનો ઈતિહાસ, સંસ્થા દ્વારા સંચાલિત મેટલ ટેસ્ટીંગ લેબની વિગત, જામનગરમાં બનતા બ્રાસપાર્ટસની વિગત, ઉદ્યોગોને સંબંધિત સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવતા જુદા જુદા પરીપત્રોની માહિતી, જામનગરના ઉદ્યોગો તથા સભ્યોની વિગતો, મહત્ત્વની વેબસાઈટની લીંક, દેશ-વિદેશમાંથી આવતી ઈન્ક્વાયરી વિગેરે સહિતની ઉપયોગી માહિતીઓનો સમાવેશ કરવામાં આવનાર છે. આ વેબસાઈટને યાહુ-ગુગલ સહિત મહત્ત્વના તમામ સર્ચ એન્જિન પર રજિસ્ટર કરવામાં આવશે જેનાથી વિશ્વના કોઈપણ ખૂણામાં જામનગરના બ્રાસપાર્ટસ ઉદ્યોગની માહિતી પહોંચાડી શકાશે અને તે દ્વારા સભ્યો આંતરરાષ્ટ્રીય ઈન્કવાયરી મેળવી નવા ગ્રાહકો સાથે વ્યાપારિક સંબંધો સ્થાપી વૈશ્વિકરણનો લાભ પ્રાપત કરી શકશે.

વિશેષમાં સંસ્થાના સભ્ય એકમો પાસેથી બહારગામની પાર્ટીઓ માલ ખરીદ કરી પેમેન્ટ નહીં આપી છેતરપિંડી કરતી હોય છે. આ ઉપદ્રવને રોકવા માટે તથા આવી પાર્ટીઓની ઓળખ અન્ય ઉદ્યોગકાર મિત્રોને પણ થાય અને તેનો ભોગ ન બને તે માટે સંસ્થાએ તેમની વેબસાઈટમાં ડીસ્પ્યુટેડ પાર્ટીની નામાવલી મૂકવાનું પણ આયોજન કરેલ છે જેનાથી ઉદ્યોગકારોને આર્થિક નુક્સાનીથી બચાવી શકાશે.

આ વેબસાઈટ પર જામનગર ફેક્ટરી ઓનર્સ એસો.ના તમામ સભ્યો તેમની વિગતોનું ફ્રી લીસ્ટીંગ કરાવી શકશે. વિશેષમાં જે ઉદ્યોગકાર મિત્રોને પોતાની વેબસાઈટ ન ધરાવતા હોય તેઓ અત્યંત વ્યાજબી દરથી તેમની જાહેરાત/કેટલોગ મૂકી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવે છે, તો સર્વે સભ્યોને આ વેબસાઈટ દ્વારા તેમના ધંધાનો વ્યાપ વધારવાની આ તકનો લાભ લેવા માનદ્મંત્રી અશોકભાઈ દોમડિયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

close
Ank Bandh 26 January
close
PPE Kit