કોરોનાથી મૃત્યુનો આંક ૧૭૭૦ થયોઃ ૭૦ હજારથી વધુ વાયરસની લપેટમાં

બેજિંગ,તા. ૧૭ઃ ચીન અને દુનિયાના દેશોમાં કોરોના વાયરસનો આતંક યથાવતરીતે જારી રહ્યો છે.  આજે ચીનમાં વધુ ૧૦૫ લોકોના મોત થયા હતા. આની સાથે જ મોતનો આંકડો વધીને હવે ૧૭૦૦થી ઉપર પહોંચી ગયો છે. આંકડો હવે ૧૭૭૦ સુધી પહોંચી ગયો છે. નેશનલ હેલ્થ કમીશન દ્વારા આજે સવારમાં આ અંગેની માહિતી આપી હતી. આવી જ રીતે ચીનમાં કુલ કેસોની સંખ્યા હવે ૭૦૫૦૦ સુધી પહોંચી ગઇ છે.

માત્ર ચીનમાં જ નહીં બલ્કે દુનિયાના અન્ય દેશો પણ કોરોના વાયરસના કારણે પરેશાન છે. જેમાં ભારત પણ સામેલ છે. અલબત્ત નવા કેસોની સંખ્યા ઘટી છે પરંતુ હજુ કેસો દરરોજ હજારો નોંધાઇ રહ્યા છે. જાપાનમાં કુલ કેસોની સંખ્યા વધીને ૭૬ ઉપર પહોંચી ગઈ છે. હવે જાપાનમાં પણ એકનું મોત થઇ ચુક્યું છે. આંકડા ઉપર નજર કરવામાં આવે તો અસરગ્રસ્તો અને મૃત્યુદરનો આંકડો યથાવત રહ્યો છે.  આ ૨૯ દેશોમાં કુલ કેસોની સંખ્યા ૬૯૨૮૨ સુધી પહોંચી ગઈ છે જ્યારે કુલ મોતનો આંકડો ૧૭૭૦થી ઉપર  પહોંચ્યો છે.

close
Nobat Subscription