Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વડાપ્રધાનના જામનગરમાં આગમન સમયે
જામનગર તા. ૧૧: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જામનગર આગમનને લઈને શહેરમાં ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે વિરોધ પક્ષના કેટલાક આગેવાનોને પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ જામનગર શહેર કોંગ્રેસ સાથે જોડાયેલા વિરેન્દ્રસિંહ (દિગુભા) જાડેજા, યુવા આગેવાન મહિપાલસિંહ જાડેજા, જયદીપસિંહ ઝાલા, પ્રમોદસિંહ રાજપૂત સહિતના કેટલાક રાજકીય આગેવાનોને લાલબંગલા વિસ્તાર નજીક રણજીત ટાવર વિસ્તારમાં આવેલી દિગુભા જાડેજાની ઓફિસમાં પોલીસ દ્વારા નજર હેઠળ રાખવામાં આવ્યા હતાં. સ્થળ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન કોઈ વિરોધ પ્રદર્શન અથવા અણધારી સ્થિતિ સર્જાય નહીં તે હેતુસર પોલીસે આગોતરા પગલાંરૂપે કાર્યવાહી હાથ ધરી હતી, જો કે આજે સવારે તમામ આગેવાનોને મુક્ત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંક્ષર ૪ ના પૂર્વ કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણિયાને પણ તેમના નિવાસસ્થાને પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા હતા તેમ જાણવા મળ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial