| | |

રોડ ક્રોસ કરતા વ્યક્તિને સ્કૂટરની ઠોકરઃ બાયપાસ પાસે બે વાહન અથડાયા

જામનગર તા. ૨ઃ જામનગરના મોટીખાવડી ગામ પાસે રોડ ક્રોસ કરતા એક વ્યક્તિને સ્કૂટરે ઠોકર મારી હતી જ્યારે જામનગર બાયપાસ નજીક બે વાહન અથડાતા એક વ્યક્તિને ઈજા થઈ હતી ઉપરાંત એક બાઈકને મોટરે ફંગોળતા વિજરખીના એક વ્યક્તિનો પગ ભાંગી ગયો હતો.

જામનગર તાલુકાના સિક્કામાં રહેતો અકબર મામદભાઈ સોતા શુક્રવારે સાંજે જામનગર-ખંભાળીયા ધોરીમાર્ગ પર મોટીખાવડી પાસે રોડ ક્રોસ કરતા હતાં ત્યારે પૂરપાટ ઝડપે આવેલા જીજે-૩૭-ડી-૭૩૦૦ નંબરના એક્સેસ સ્કૂટરે તેઓને ઠોકર મારી ફંગોળતા ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા અકબરને સારવારમાં ખસેડવામાં આવ્યો છે. તેના ભાઈ જાફર મામદભાઈ સોતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગર તાલુકાના વિજરખી ગામના દેવાયતભાઈ નારણભાઈ વિરડા શુક્રવારે સાંજે જીજે-૧૦-સીકે-૮૯૦૫ નંબરના મોટરસાયકલમાં અન્ય એક વ્યક્તિ સાથે ઠેબા ચોકડીથી લાલપુર બાયપાસ જતા હતાં ત્યારે માર્ગમાં જીજે-૧૦-ડીએ-૫૧૨૧ નંબરની મોટરના ચાલકે તેઓને હડફેટે લેતા દેવાયતભાઈને પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે. અકસ્માત સર્જી નાસી ગયેલા મોટરચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

જામનગરના ઉદ્યોગનગર પાસેના પાણાખાણમાં રહેતા હિતેશ જેન્તિભાઈ ચૌહાણ ગઈકાલે સાંજે જીઆઈડીસી-૩ દરેડના ગેઈટ નં. ૧ પરથી જતા હતાં ત્યારે જીજે-૧૦-ડીડી-૪૪૯૯ નંબરના એક્સેસ સ્કૂટરે તેઓને ઠોકર મારી હતી. પગમાં ફ્રેક્ચર થઈ જતા હિતેશભાઈને દવાખાને ખસેડવામાં આવ્યા છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit