| | |

કેસોની સંખ્યા વધે અને નિયમોનું પાલન ન થાય તો છૂટછાટો પરત ખેંચાશેઃ રૃપાણી

અમદાવાદ તા. રરઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીએ કહ્યું છે કે લોકડાઉનમાં લોકોને રાહત થાય અને અર્થતંત્ર ધબકતું થાય, તે માટે ગણતરીપૂર્વકનું જોખમ ઊઠાવીને કેટલીક છૂટછાટો અપાઈ છે, પરંતુ જો કેસોની સંખ્યા ખૂબ જ વધી જાય, કે સોશ્યલ ડિસ્ટન્સીંગ વગેરે લોકડાઉનના નિયમોનું પાલન ન થાય, તો છૂટછાટો પાછી પણ ખેંચાઈ શકે છે. આપણે કોરોનાથી બચીને જીવન જીવવાનું છે, અને આગળ વધવાનું છે. કેસોની સંખ્યા સ્થિર થઈ છે અને હવે ઘટવાની આશા છે. ગુજરાત છોડીને વતનમાં ગયેલા શ્રમિકો પંદર દિવસ કે એકાદ મહિનામાં પરત આવશે, તેવી શક્યતા વધુ છે. પોઝિટિવ કેસો વધુ હોય તેવા વિસ્તારોમાં કડક પ્રતિબંધો યથાવત્ રખાયા છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit