દ્વારકા તાલુકા પંચાયતમાં ભાજપનો ભવ્ય વિજય

દ્વારકા તા. ૩ઃ દ્વારકા તાલુકા પંચાયતના ઈતિહાસમાં પ્રથમ વખત કુલ ૧૬ બેઠકોમાંથી ૧૪ બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો છે.

દ્વારકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપના શાસનમાં થયેલા વિકાસકામો અને ખેડૂતોને સરકારની રાહતોના કારણે ભાજપને આ ચૂંટણીમાં મોટો ફાયદો થયો છે. તાલુકા પંચાયતમાં કોંગ્રેસને માત્ર એક જ બેઠક મળી છે.

દેવભૂમિ જિલ્લાના ભાજપ સંગઠનના પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી, સંસદસભ્ય પૂનમબેન માડમ, પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક સહિતના નેતાઓની વ્યુહ રચના તથા પ્રચારના કારણે તાલુકામાં કમળને પ્રચંડ સમર્થન મળ્યું છે. તાલુકાના ક્ષત્રિય, દલિત તથા મુસ્લિમ સમાજ સહિતના તમામ વર્ગના મતદારોએ ભાજપમાં વિશ્વાસ વ્યકત કર્યો છે.

આ તાલુકામાં તાતા કંપની તથા આરએસપીએલ જેવા મહાકાય ઉદ્યોગોના કારણે ગ્રામ્ય પ્રજાને રોજગારી મળતાં મતદારોએ ભાજપની વિકાસ નીતિને સ્વીકારી છે. તાલુકાની જિ.પં. ની ત્રણેય બેઠકો પર ભાજપના વિજય માટે પબુભા માણેક, પત્રામલભા સુમણીયાનો ફાળો મુખ્ય રહ્યો છે.

close
Ank Bandh 29 March
close
PPE Kit