જામનગરની જેટકો કંપનીમાં ભ્રષ્ટાચારની તપાસની માંગ

જામનગર તા. ૨૫ઃ જામનગરની જેટકો કચેરીમાં સાફ-સફાઈ માટે તગડા બીલ ચૂકવવામાં આવે છે, પરંતુ સાફઅસફાઈ થતી જ નથી. ગંદકીના કારણે કર્મચારી ઉપર બીમારીનું જોખમ વધ્યું છે.

આ અંગે આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ અને સામાજિક કાર્યકર કલ્પેશ આશાણીએ રાજ્યના ઊર્જામંત્રી, જેટકોના ચેરમેન સહિતના અધિકારી સમક્ષ રજૂઆત કરી છે.

આ કચેરીના કમ્પાઉન્ડમાં આવેલા ક્વાટર્સ સુરક્ષાની દૃષ્ટિએ રહેવા લાયક નથી, પરંતુ તેના રિપેરીંગ માટે ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે. વર્કઓર્ડર અપાયા છે. અહિં લોકો ભયના ઓઠ હેઠળ રહે છે.

અગાઉના સુપ્રિ. ઈજનેરએ છ માસ સુધી નોકરી કરી હતી, પરંતુ પોતાના ક્વાટર્સમાં લાખોનો ખર્ચ કરાવ્યો હતો.

આ ક્વાટર્સમાં અન્ડર ગ્રાઉન્ડ વાયરીંગ નથી, લાઈટીંગ પ્રકાશની યોગ્ય વ્યવસ્થા નથી, કમ્પાઉન્ડમાં દિશા લાયક બોર્ડ નથી, આથી અરજદારોને ક્યાં જવું? તેની ખબર પડતી નથી. આ તમામ મુદ્દે યોગ્ય પગલાં લેવા જોઈએ.

close
Nobat Subscription