Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્વાસ્થ્ય, પર્યાવરણને અનુકૂળ
જામનગર તા. પઃ જામનગર શહેરમાં ગ્રીન બેલ્ટ બનાવવા અંગે મહાનગર પાલિકાના કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
વોર્ડ નંબર ૧૬ ના પૂર્વ કોર્પોરેટર ચંદુભાઈ કાછડિયાએ આ રજૂઆતમાં જણાવ્યું છે કે, શહેરમાં અનિયમિત વરસાદ અને પ્રદૂષણને ધ્યાનમાં રાખીને શહેરીજનો, પશુપક્ષીઓ અને આવનારી પેઢીના સ્વાસ્થ્ય માટે ગ્રીન બેલ્ટ સોના રૂપી સાબિત થશે.
ગ્રીન બેલ્ટ પર્યાવરણ સંરક્ષણ અને આબોહવા નિયમન કરે છે. વનસ્પતિ કુદરતી કાર્બન સિંક તરીકે કાર્ય કરે છે. વૃક્ષો અને માટી હવામાં પ્રદૂષકોને શોધી લે છે. ધ્વનિ પ્રદૂષણ ઘટાડે છે. હાલની શહેરી જમીનના પૂર્ન વિકાસને પ્રોત્સાહન આપે છે.
ગ્રીન બેલ્ટ, સ્થાનિક વસ્તીને ચાલવા, સાયકલ ચલાવવા અને માનસિક આરામ માટે સુલભ છે. ખુલ્લી જગ્યાઓ પ્રદાન કરે છે. જે સુધારેલા જાહેર આરોગ્ય સાથે મજબૂત રીતે જોડાયેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial