Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં વિન્ટેજ સહિતની અલભ્ય કારોનું નગર ભ્રમણ

સંખ્યાબંધ લોકોએ દુર્લભ કાર નિહાળીને ખુશી વ્યક્ત કરી

                                                                                                                                                                                                      

જામનગરમાં જુની અને દુલર્ભ કારને નગરજનો નિહાળી શકે અને તેની સાથે ફોટા પડાવી શકે તે હેતુથી પ્રમોદસિંહ જાડેજાએ નગરના જુદા જુદા વિસ્તારમાં કાર સાથે ભ્રમણ કર્યું હતું. વિન્ટેજ, બેલર, સિગ્નેચર જેવી છ કાર સાથે તેઓએ નગર ભ્રમણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પાંચેક વર્ષ પહેલા અમૃત મહોત્સવ અન્વયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલ ભાષણથી પ્રેરણા લઈને લોકોને આ લિમિટેડ કાર બતાવવી જેથી તેમણે આજે છ જેટલી કારને નગરમાં અલગ-અલગ સ્થળોએ પરિભ્રમણ કરાવ્યું હતું. અસંખ્ય લોકોએ આ કારને નિહાળી તેની સાથે ફોટા પણ પડાવ્યા હતાં અને આવી અલભ્ય કાર નિહાળી આનંદ વ્યક્ત કર્યો હતો. સ્વાતંત્ર્ય દિન નિમિત્તે પ્રમોદસિંહ જાડેજા ચાર વર્ષથી પોતાના મિત્રો સાથે આવી કાર લઈને ઉજવણી માટે નીકળે છે. આજે પણ રાષ્ટ્ર ધ્વજ કારમાં લગાવીને તેઓ નીકળ્યા હતાં. તેમની સાથે રાહુલ ભદ્રા, અમીર ખત્રી, મેહુલ ભાનુશાળી, પરેશભાઈ જે.કે., હસમુખભાઈ ભટ્ટ, મુકુંદભાઈ (ભા ટેક્સી) સલીમ ખત્રી, દર્શન આનંદ, હિતીક બારોટ, સહિતના જોડાયા હતાં. શહેરના મુખ્ય માર્ગથી આ કારનો કાફલો પસાર થયો હતો અને આઝાદીની ઉજવણી કરી હતી, તો નગરજનો પણ આ વિન્ટેજ કાર નિહાળી મંત્રમુગ્ધ થયા હતાં.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh