Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે
જામનગર તા. ૩: જામનગર મહાનગરપાલિકા દ્વારા અર્બન ફોરેસ્ટ ડેવલોપમેન્ટ અંતર્ગત વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તા. પાંચ જૂનના વૃક્ષારોપણ અને વૃક્ષના રોપાના વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
'એક પેડ માઁ કે નામ' એ સૂત્રને સાર્થક કરતા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી નિમિત્તે તા. પ-૬-ર૦ર૬ ના જામનગર મહાનગરપાલિકા તથા ડિસ્ટ્રીક્ટ ફોરેસ્ટ ઓફિસર (વિસ્તરણ) કચેરીના સંયુક્ત ઉપક્રમે સિવિલ વેસ્ટ ઝોન, કન્ટ્રીબ્યુશન લન્ડ, ૪૭/૧ પૈકી ૧ ભીમાવુડ્સ પાસે વૃક્ષા રોપણ તથા વિતરણનો કાર્યક્રમ અને પર્યાવરણ પ્રેમીઓનેે પ્રતિવ્યક્તિ એક વૃક્ષના રોપાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવનાર છે.
ઉપરાંત જુદા જુદા ટી.પી. સ્કિમના પ્લોટ, કન્ટ્રીબ્યુશન લેન્ડ તથા રોડ સાઈડ નવા/જુના ડિવાઈડરમાં વાવેતર સમયાંતરે કરવામાં આવનાર છે.
શહેરના વોર્ડ નંબર ૧ થી ૧૬ મા, વોર્ડ નંબર ૧ મા બેડેશ્વર મંદિર, વોર્ડ નંબર ર મા ગુર્જર સુથારની વાડી,વોર્ડ નંબર ૩ મા વિકાસગૃહ રોડ, વોર્ડ નંબર ૪ મા અંબરચોકડી બ્રિજ, ભીમવાસના ઢાળિયા પાસે, વોર્ડ નં. પ માં ડી.કે.વી. સર્કલ, વોર્ડ નંબર ૭ મા એમ્યુઝમેન્ટ પાર્ક, વોર્ડ નંબર ૮ મા પટેલ સમાજ, રણજીતનગર, વોર્ડ નંબર ૯ મા પંચેશ્વર ટાવર, વોર્ડ નંબર ૧૦ મા રાજપાર્ક સેવા સદન, વોર્ડ નંબર ૧૧ મા ગુલાબનગર સિવિક સેન્ટર, વોર્ડ નંબર ૧ર મા અન્નપૂર્ણા ચોકડી-લાલવાડી, વોર્ડ નંબર ૧૩ મા માધવરાય મંદિર-ખંભાળિયા નાકા પાસે, વોર્ડ નંબર ૧૪ મા જે.કે. ટાવર, હિરજી મિસ્ત્રી રોડ, વોર્ડ નંબર ૧પ મા ગોકુલનગર સર્કલ અને વોર્ડ નંબર ૧૬ મા સંગમ બાગ પાસે સવારેે ૧૦ થી ૧ અને સાંજે ૪ થી ૬ સુધી રોપાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. (વૃક્ષ-રોપા જ્યાં સુધી ઉપલબ્ધ હશે ત્યાં સુધી).
શહેરની વૃક્ષ પ્રેમી જનતાને આ સેવાનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial