વિશ્વના ૧૯૭ દેશોમાં મોતનો આંકડો ૧૯ હજારની નજીકઃ ૪.૫૦ લાખ લોકોને ચેપ

વોશિંગ્ટન/બેજીંગ તા. રપઃ વિશ્વના ૧૯૭ દેશોમાં કોરોનાથી મૃત્યુનો આંકડો વધીને ૧૯ હજારની નજીક પહોંચી ગયો છે, જ્યારે સવા ચાર લાખ જેટલા દર્દીઓને ચેપ લાગ્યો છે. કોરોનાનો કોહરામ સમગ્ર વિશ્વને હચમચાવી રહ્યો છે.

કોરોના વાયરસના કારણે દુનિયાના દેશોમાં હાલત ખરાબ થયેલી છે. દરરોજ નવા નવા કેસો અને મોતના આંકડા આવી રહ્યા છે. હજુ સુધી કોઇ દેશને આ ખતરનાક સ્વરૃપ ધારણ કરી ચુકેલા કોરોના વાયરસને કાબુમાં લેવામાં સફળતા મળી રહી નથી. તમામ દેશ યુદ્ધના ધોરણે પ્રયાસ કરી રહ્યા છે પરંતુ સ્થિતિ બિલકુલ બેકાબુ બનેલી છે. કોરોના વાયરસના કેસોની સંખ્યા દુનિયાના દેશોમાં વધીને ૪૨૨૮૨૯ સુધી પહોંચી ગઇ છે. મોતનો આંકડો ૧૮૯૦૭ સુધી પહોંચી ગયો છે. આવી જ રીતે રિક્વર થયેલા લોકોની સંખ્યા ૧૦૯૧૦૨ સુધી પહોંચી ગઇ છે.

ચીનમાં કુલ કેસોની સંખ્યા ૮૧૨૧૮ સુધી પહોંચી ગઇ છે. એક્ટિવ કેસોની સંખ્યા ચીનમાં હજુ ચાર હજારથી વધારે છે. ગંભીર દર્દીઓની સંખ્યા પણ ૧૩૯૯ જેટલી છે. ચીનમાં છેલ્લા ર૪ કલાકમાં ચારના મૃત્યુ થયા છે.

ચીનમાં સ્થિતિ ધીમે ધીમે કાબુમાં આવી રહી છે. ચીનમાં નવા કેસો અને મોતનો આંકડો ઝડપથી ઘટી રહ્યો છે. જે સંકેત આપે છે કે ચીનમાં કોરોના પર અંકુશ મૂકવામાં હવે સફળતા મળી રહી છે. જે ત્યાંના લોકો માટે મોટી રાહતની બાબત છે.

ઇટાલી, ઇરાન, અમેરિકા સહિતના દેશોમાં મોતનો આંકડો અતિઝડપથી વધી રહ્યો છે. તમામ જગ્યા પર કોરોના વાયરસ બેકાબૂ છે. સ્થિતિને કાબૂમાં લેવાના તમામ પ્રયાસો નિષ્ફળ સાબિત થઇ રહ્યા છે.  કોરોના વાયરસનો કાળો કેર દુનિયાના દેશોમાં જારી રહ્યો છે.  ચીન સરકાર દ્વારા યુદ્ધના ધોરણે પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં વાયરસ પર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો નથી. સ્થિતિ ચીનમાં સુધરી રહી છે.

close
Nobat Subscription