શ્રેયા ઘોષાલના ગીત-સંગીતનો કર્ણપ્રિય જલસોઃ ગીતો સાથે શ્રોતાઓ ડોલી ઊઠ્યા

ભારતની મેડિકલ કોલેજમાં અગ્રીમ સ્થાન ધરાવતી જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજ દ્વારા મેગા-રીયુનિયન-ર૦ર૦ ના આયોજન અન્વયે ગત્ શનિવારે નામાંકિત ગાયિકા શ્રેયા ઘોષાલના ગીત-સંગીતના જલસાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેણીના એક પછી એક હિન્દી-ગુજરાતી ગીતો ઉપર પ્રેક્ષકો ડોલી ઊઠ્યા હતાં. ગત્ શનિવારે એરપોર્ટ રોડ ઉપરના સ્વામિનારાયણ ગુરુકુળના મેદાનમાં શ્રેયા ઘોષાલ સંગીત જલસાનું આયોજન થયું હતું. કડકડતી ઠંડીમાં પણ શ્રોતાઓથી મેદાન હાઉસફૂલ થઈ ગયું હતું. શ્રેયા ઘોષાલ અને તેની સાથે હિન્દી ફિલ્મ સિંગર તુષાર જોષીએ એક પછી એક ફિલ્મી ગીતો રજૂ કર્યા હતાં. જેમાં પ્રેક્ષકો આફરીન પોકારી ઊઠ્યા હતાં. લગભગ અઢી કલાક સુધી શ્રેયા ઘોષાલએ પોતાના ગીતોના માધ્યમથી લોકોને જકડી રાખ્યા હતાં. અમુક ગીતોમાં લોકોએ ડાન્સ પણ કર્યા હતો અને રાસ પણ કર્યા હતાં. ભગવાન પછી તુરત જ જેમની ગણના થાય છે તેવા ધરતી ઉપરના ભગવાન સમાન ડોક્ટરોએ આ સંગીત જલસાનો મન ભરીને આનંદ માણ્યો હતો. આ પ્રસંગે જામનગરના સાંસદ પૂનમબેન માડમ, રિલાયન્સના ધનરાજભાઈ નથવાણી, એમ.પી. શાહ પરિવારના વિપીનભાઈ શાહએ પણ કાર્યક્રમના અંત સુધી હાજરી આપી આયોજકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન રીયુનિયન કમિટીના મેમ્બરો દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેડિકલ કોેજના ડીન ડો. નંદીની દેસાઈ, આયોજક કમિટીના ડો. વિજય પોપટ, ડો. વિરાણી, ડો. ડી.કે. શાહ, ડો. જે.જે. ઓઝા, ડો. કે.એસ. મહેશ્વરી ડો. રૃપારેલિયા, ડો. નિલેશ ગઢવી, દેશ-વિદેશથી પધારેલા તબીબી ડેલીગેટ્સ, મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, શહેરભરના નામાંકિત તબીબો, આમંત્રીત મહેમાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. આમ આ કાર્યક્રમ યાદગાર બની રહ્યો હતો.   (તસ્વીરઃ નિર્મલ કારિયા)

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit