નકારાત્મક પ્રચાર અને અફવાને ખાળવાની જરૃર છેઃ પીએમ મોદીનો પત્રકારોને સંદેશ

વડાપ્રધાન મોદીએ મંગળવારે કોરોના વાયરસ અંગે પ્રિન્ટ મીડિયાના પત્રકારો અને હિતધારકો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે, કોરોના વાયરસના ફેલવાને અટકાવવા માટે નિરાશાવાદ નકારાત્મકતા અને અફવાને નાથવાની તાકીદની જરૃર છે. વીડિયો કોન્ફરસિંગ દ્વારા પત્રકારોને સંબોધિત કરતાં મોદીએ કહ્યું કે, કોરોનાની સામે લડવા માટે મીડિયાનું ઘણું મહત્ત્વ છે. મોદીએ કહ્યું છે કે, લોકડાઉન દરમિયાન જીવન જરૃરિયાતની ચીજવસ્તુઓને ઉપલબ્ધતાના સ્થળ અંગે પણ મીડિયા લોકોને માહિતગાર કરી શકે છે. મીડિયા સરકાર અને લોકો વચ્ચે એક કડી બનીને કામ કરે તે જરૃરી છે અને રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરે અવિરતપણે ફિડબેક આપે તે જરૃરી બની રહ્યું છે. પીએમ મોદીએ પત્રકારોને એવું પણ જણાવ્યું કે, લોકોને કોરોના વાયરસની સાચી અને સચોટ માહિતી મળી રહે તે સુનિશ્ચિત કરવાનું કામ પત્રકારોએ કરવાનું છે. ખોટી માહિતી અફવાઓથી જેટલું દૂર રહેવાય તેટલું દેશ અને લોકો માટે સારૃં છે. મીડિયા સરકાર અને લોકો વચ્ચે એક કડી બનીને કામ કરે તે જરૃરી છે.

close
Nobat Subscription