જામનગર તા. ૭ઃ જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાનનો પારો ૩પ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો.
જામનગરમાં આજે સવારે પૂરા થતા ચોવિસ કલાક દરમિયાન અડધો ડીગ્રી વધીને લઘુત્તમ તાપમાન ર૩ ડીગ્રી રહ્યું હતું, જ્યારે કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાનનો પારો ૩પ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૩ ટકા વધીને ૯ર ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ રપ થી ૩૦ કિ.મી.ની રહેવા પામી હતી ઝપાટાબંધ ફૂંકાતા તેજીલા વાયરાઓના પગલે જનતાને ગરમીમાં રાહત મળી હતી.