બજાજ ફાઈનાન્સની લોભામણી-છેતારમણી ઓફરોનો ભોગ બનતા વેપારીઓ

ભાણવડ તા. ૧ઃ બજાજ ફાઈનાન્સ દ્વારા મોબાઈલ, ટીવી, ફ્રીજ વગેરે ચીજવસ્તુના વેંચાણ કરતા વેપારીઓ મારફત ગ્રાહકોને ૧ર-૧ર-૧૯, રપ-૧-ર૦ તથા ૩-૩-ર૦ ના દિવસે ખાસ કેશબેક યોજનાની જાહેરાત કરી હતી. જે યોજના અંતર્ગત વીમો, બજાજ કાર્ડ, સ્કીમ વગેરે માટે ગ્રાહક પાસેથી વેપારીઓએ રૃા. ૩૦૦૦ થી રૃા. ૩પ૦૦ ની રકમ વસૂલ કરી હતી. હવે સાત મહિનાથી વધુ સમય વિતી જવા છતાં બજાજ ફાઈનાન્સ તરફથી કેશબેક યોજનાનું કોઈ વળતર આપવામાં આવ્યું નથી. તેથી ગ્રાહકો વેપારીઓ પાસે ઉઘરાણી કરે છે અને નાના મોટા ઝઘડા થઈ રહ્યા છે. વેપારીઓ દુકાન ખોલીને ધંધો કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. અત્યાર સુધીમાં માત્ર પાંચ ગ્રાહકને ૧૦૦૦ ના વાઉચર મળ્યા છે.

ભાણવડના મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક્સ આઈટમોના વેપારીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ પ્રશ્ને કંપની સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit