| | |

જામનગરના ગ્રામ્ય વિસ્તારના જ્ઞાતિબંધુઓને અપાશે આવશ્યક વસ્તુઓઃ સંપર્ક કરવા અનુરોધ

જામનગર તા. ૨૨ઃ જામનગરના ગ્રામ્ય વિસ્તારના સમસ્ત બરડાઈ બ્રાહ્મણ મોટી જ્ઞાતિના જ્ઞાતિબંધુઓને મદદરૃપ થવા જેશંકર પંડ્યા તથા ઝવેરબેન જે. પંડ્યા ટ્રસ્ટ તરફથી આવશ્યક ચીજવસ્તુઓ અપાશે. જામનગરમાં વિતરણ પૂરૃં થયું છે, હવે બહારગામ તથા ગ્રામ્ય વિસ્તારના જે જ્ઞાતિજનો ખરેખર મુશ્કેલીમાં હોય, તેને રાશનકાર્ડ મુજબ પોતાનું નામ લખાવવાનું રહેશે. બીજા કોઈ નામ અંગે ટ્રસ્ટી મંડળ નક્કી કરશે. જેની અરજી મંજુર થશે તેને ફોનથી જાણ કરાશે. નબળી-મધ્યમ સ્થિતિના જ્ઞાતિજનોને ઘઉં ૨૫ કિલો, તેલ બે કિલો, અને ગોળ બે કિલો અપાશે. નામ લખાવવા માટે મો. ૯૯૦૯૧ ૩૩૩૬૯નો તા. ૨૭ થી ૩૦ મે સુધીમાં સાંજે ૪ઃ૩૦ થી ૬ઃ૩૦ દરમિયાન સંપર્ક કરવો.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit