Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાઈપ-ઢીકાપાટુથી માર મારી ઈજા કરાઈઃ
જામનગર તા. ૫: જોડીયાના ટીંબડી ગામના એક ખેડૂતે પોતાના ખેતર પાસે ભેંસ ચરાવવાની એક શખ્સને ના પાડતા પંદરેક દિવસ પહેલાં ઝઘડો થયો હતો. તેનો ખાર રાખી મંગળવારે રાત્રે આ ખેડૂત પર બે શખ્સે પાઈપ, ઢીકાપાટુથી હુમલો કરી માર માર્યાે હતો.
જોડીયા તાલુકાના ટીંબડી ગામના રાજેશભાઈ જસાભાઈ ડાંગર નામના ખેડૂતે પંદરેક દિવસ પહેલાં ટીંબડી ગામના જ પ્રવીણ દેવીપુજક નામના શખ્સને પોતાના ખેતર તરફ ભેંસ ચરાવવાની ના પાડી હતી. તે પછી મંગળવારે રાત્રે સાડા નવેક વાગ્યે રાજેશભાઈ રસનાળ ગામથી ટીંબડી ગામ તરફના રસ્તા પર કોઝ-વે પર ઉભા હતા ત્યારે પ્રવીણ તથા બચુભાઈ દેવીપુજક ધસી આવ્યા હતા.
બાઈક પરથી ઉતરેલા આ બંને શખ્સે રાજેશભાઈ સાથે ઝઘડો કરી ઝપાઝપી શરૂ કરી હતી. જેમાં બચુભાઈએ તેઓને પકડી રાખ્યા હતા. જ્યારે પ્રવીણભાઈએ બાઈકમાંથી પાઈપ કાઢી પગ તથા વાંસામાં ફટકા માર્યા હતા. ઢીંચણમાં ગંભીર ઈજા પામેલા રાજેશભાઈને ઢીકાપાટુથી બચુભાઈએ માર માર્યાે હતો. જાનથી મારી નાખવાની ધમકી આપી બંને શખ્સ નાસી ગયા હતા. સારવારમાં ખસેડાયેલા રાજેશભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial