Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફ્લેટધારકે દારૂ રાખવા દેતાં તેની સામે પણ ગુન્હોઃ
જામનગર તા. ૫: જામનગરના દિ. પ્લોટ વિસ્તારની શેરી નં.૬૦માં આવેલા એક એપાર્ટમેન્ટના ફલેટમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની ૬૦ બોટલ પકડી પાડી છે. ફલેટધારકે પોતાના ફાયદા માટે દારૂ રાખવા દીધાની અને એક શખ્સે વેચાણ માટે બોટલ ત્યાં રાખ્યાની વિગત ખૂલી છે. અન્ય એક શખ્સની શોધ કરાઈ રહી છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૬૦માં આવેલા વિનાયક એપાર્ટમેન્ટમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની બાતમી પરથી સિટી એ ડિવિઝનના પીએસઆઈ વી.આર. જોરીયા તથા સ્ટાફે ગઈકાલે સાંજે આ એપાર્ટમેન્ટની સી-વીંગના ૧૦૧ નંબરના ફલેટમાં દરોડો પાડ્યો હતો.
આ ફલેટની તલાશી લેવાતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૨૦ બોટલ મળી આવી હતી. આ જથ્થો દિગ્વિજય પ્લોટ શેરી નં.૬૪માં વસવાટ કરતા રવિરાજ કેશુમલ રામનાણી નામના શખ્સે રાખ્યો હોવાની અને ફલેટના ધારક મનોજભાઈ જગજીવન શિંગાળાએ પોતાના લાભ માટે દારૂ રાખવા દીધાની વિગત ખૂલી છે. રવિરાજ રામનાણીની પૂછપરછ કરાતા તેણે સુભાષ પાર્કમાં રહેતા પોતાના સાગરીત સુરજ ઉર્ફે સુરેશ કોળીનું નામ આપ્યું છે. રૂ।.૨૬ હજારની બોટલ કબજે કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial