ઓક્ટોબર-નવેમ્બરમાં વકરશે કોરોનાઃ મરનારની સંખ્યા વધશેઃ ડબલ્યુએચઓ

વેક્સિન મળે એટલે મહામારી ખતમ થઈ જશે તેમ માનવું ભૂલ ભરેલું છેઃ હંસ કલૂગ

જિનિવા તા. ૧પઃ વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું છે કે, ઓક્ટોબર-નવેમ્બરમાં કોરોના વધુ વકરશે અને મૃતાંક પણ વધી જશે. યુરોપના ડાયરેક્ટર હંસ કલૂગે કહ્યું છે કે વેક્સિન મળી જાય, એટલે મહામારી ખતમ થઈ જશે તેમ માનવું ભૂલભરેલું છે. વિશ્વમાંથી કોરોનાની અસર ઓછી થવાનું તો દૂર, તેના કારણે વધુ લોકોના મૃત્યુ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની નવી ચેતવણીથી દુનિયામાં કોવિડ-૧૯ ની અસર ઓછી થવાની સંભાવના પર તો બ્રેક લાગી ગઈ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું કે, ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં આ સંક્રમણને કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં વધારો થશે. સંગઠનના યૂરોપ ડાયરેક્ટર હંસ કલૂગએ આ ચેતવણી આપી છે. કલૂગે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, આ તે સમય છે જયારે વિશ્વમાં લોકો ખરાબ સમાચાર માટે તૈયાર નથી, અને હું તે વાતને સમજુ છું. સાથે તેમણે કહ્યું કે, બધા દેશો જલદી મેસેજ આપવા ઈચ્છે છે કે મહામારી ખતમ થઈ રહી છે. સોમવાર અને મંગળવારે ડબલ્યુએચઓ યૂરોપના પપ સભ્ય રાજ્યો ઓનલાઈન બેઠકનું આયોજન કરી રહ્યા છે. આ બેઠકમાં નોવેલ કોરોના વાઈરસ માટે કરવામાં આવેલા પ્રયાસો પર ચર્ચા થઈ રહી છે.

કલૂગ તે દેશોને ચેતવણી આપવા ઈચ્છે છે, જેનું માનવું છે કે વેક્સિન વિકસિત થવાથી મહામારીનો અંત થઈ જશે. તેમણે કહ્યું, 'હું હંમેશાં સાંભળું છું કે વેક્સિન વિકસિત થયા પછી દુનિયાને મહામારીથી છૂટકારો મળી જશે, એવું નથી. હાલના કેટલાક સપ્તાહમાં યૂરોપમાં કોવિડ-૧૯ ના કેસ ઝડપથી વધી રહ્યા છે. વિશેષ કરીને સ્પેન અને ફ્રાન્સમાં. માત્ર શુક્રવારે પપ દેશોમાં પ૧ હજારથી વધુ કેસ સામે આવ્યા હતાં. જે એપ્રિલના ગ્રાફ કરતા પણ વધુ છે.'

close
Ank Bandh
close
PPE Kit