Advertisement
Author: નોબત સમાચાર

પતિ, સંતાનોથી અલગ રહેતા મહિલાએ મરી જવા માટે રેલવે ટ્રેક પર વાળી પલોઠીઃ ટ્રેનની ટક્કરથી નિપજ્યું મોત

અકળ કારણથી ધ્રોલના પરિણીતાએ ઓઢી લીધી અગનપછેડીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: જામનગર નજીકના તમાચણ ગામમાં રેલવે ટ્રેક પર મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના એક શ્રમિક મહિલાએ ગઈકાલે ટ્રેનના પાટા પર બેસી જઈ આત્મહત્યા કરી છે. સંતાનો તથા પતિથી અલગ રહેતા આ મહિલાએ મરી જવાનો કઠોર નિર્ણય કરી ટ્રેન આવતી હતી ત્યારે પાટા પર પલોઠી વાળી લઈ મોતને મીઠું કરી લીધું છે. ગ્રામ્ય ડીવાયએસપીએ તપાસ હાથ ધરી છે. જ્યારે ધ્રોલમાં એક પરિણીતાએ કોઈ અકળ કારણથી અગનપછેડી ઓઢી જિંદગીનો અંત આણ્યો છે.

મધ્યપ્રદેશના ડીંડોરી જિલ્લાના લબેદા ગામના વતની અને હાલમાં જામનગર તાલુકાના તમાચણ ગામમાં રેલવે ફાટક નજીક ઝૂંપડામાં વસવાટ કરતા અનિતાબેન ભાનસીંગ (ઉ.વ.ર૧) નામના શ્રમિક મહિલા કોઈ કારણથી તેમના પતિથી અલગ વસવાટ કરતા હતા તેમના બે સંતાન પણ પતિ સાથે રહેતા હતા. તમાચણ ગામમાં રેલવે ટ્રેક પર મજૂરીકામ કરતા આ મહિલાએ માઠું લાગી આવતા મંગળવારે બપોરે સાડા ત્રણેક વાગ્યે તમાચણ પાસેથી પસાર થતી ઓખા-શકુરબસ્તી એક્સપ્રેસ ટ્રેન હેઠળ ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે.

દૂરથી ટ્રેન આવતી નીહાળી આ મહિલાએ પાટા પર બેઠક જમાવી દીધી હતી અને જોતજોતામાં તેમના પરથી ટ્રેન પસાર થઈ ગઈ હતી. ગંભીર ઈજા પામેલા અનિતાબેનનું મૃત્યુ નિપજ્યું છે. મૂળ મધ્યપ્રદેશના વતની અને તમાચણ પાસે ઝૂંપડામાં વસવાટ કરતા મહેશપ્રસાદ મંગલસિંગ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે. ગ્રામ્ય ડીવાયએસપી પિયુષ વાંદાએ તપાસ હાથ ધરી છે.

ધ્રોલની વાણંદ શેરીમાં જૈન દેરાસર પાસે રહેતા ચેતનાબેન કિશોરભાઈ રાઠોડ (ઉ.વ.૪પ) નામના પરિણીતાએ ગઈકાલે સાંજે કોઈ અકળ કારણથી પોતાના શરીર પર જવલનશીલ પ્રવાહી છાંટી દીવાસળી ચાંપી દીધી હતી. ભડભડ સળગી ઉઠેલા આ મહિલાનું વધુ પડતું દાઝી જવાથી મૃત્યુ નિપજ્યું છે. તેમના પતિ કિશોરભાઈ મનસુખભાઈ રાઠોડે પોલીસને જાણ કરી છે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh