Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તળાવની પાળે ખોદકામમાં કપાઈ ગયો હતો કેબલઃ
જામનગર તા. ૭: જામનગરમાં આજે સવારે બેડીનાકા, પંચેશ્વર ટાવર વગેરે વિસ્તારોમાં વીજ પુરવઠો ઠપ્પ થયો હતો. તળાવની પાળે થઈ રહેલા ખોદકામમાં ૧૧ કેવીનો વાયર કપાતા બેડી ગેઈટ ફીડરનો વીજ પુરવઠો ખોરવાયો હતો. બીજા ફીડરમાંથી તે વિસ્તારને તાત્કાલિક વીજળી આપવામાં આવી હતી અને તે દરમિયાન કપાયેલા કેબલનું સમારકામ કરાયું હતું. થોડી મિનિટો માટે અટકેલા મતદાનને પૂર્વવત કરવામાં આવ્યું હતું.
જામનગરના બેડીનાકા, પંચેશ્વર ટાવર વગેરે વિસ્તારોમાં આજે સવારે સાડા દસેક વાગ્યે અચાનક જ વીજ પુરવઠો ખોરવાઈ જતાં અમૂક મતદાન મથકોમાં મતદાન પ્રક્રિયા અટકાવવી પડી હતી.
વીજ પુરવઠો પૂર્વવત કરાવવા માટે વીજ કંપનીની ટૂકડી દોડી હતી. જેમાં ખૂલ્યા મુજબ બેડી ગેઈટ ફીડર બંધ થઈ ગયાનું અને રણમલ તળાવની પાળે ચાલી રહેલા ખોદકામ વેળાએ કેબલ ડેમેજ થતાં વીજ પુરવઠો ખોરવાયાની વિગત બહાર આવી છે.
રણમલ તળાવની પાળ પર જૂની આરટીઓ કચેરી પાસે ખોદકામ કરાઈ રહ્યું છે. જેમાં વીજ કંપનીના ૧૧ કેવીના અન્ડર ગ્રાઉન્ડ કેબલને જેસીબી મશીનથી ક્ષતિ પહોંચતા વીજ પુરવઠો ખોરવાયો હતો. ત્યાં ધસી ગયેલી વીજ કંપનીની ટૂકડીએ તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી અને બેડી ગેઈટ ફીડરમાં સમાવિષ્ટ વીજ ગ્રાહકોને તાત્કાલિક પંચેશ્વર ટાવર ફીડરમાંથી વીજ પુરવઠો આપવા માટે કાર્યવાહી કરાઈ હતી અને કપાયેલા કેબલનું ઝડપથી સમારકામ કરતા વીજ પુરવઠો પૂર્વવત થયો હતો. તે દરમિયાન મતદાન પુનઃ શરૂ થયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial