Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉર્જા કંપનીના થાંભલા ઊભા કરવાનું કામ અટકાવવાનો પ્રયાસ કરાયો'તોઃ
જામનગર તા. ૩: કલ્યાણપુર તાલુકાના મહાદેવીયા ગામમાં આવેલી સરકારી ખરાબાની જમીનમાં ઉર્જા કંપનીના થાંભલા ઉભા કરવાનું કામ ચાલતું હતું ત્યારે તે કામને અટકાવવા ગયેલા બે ભાઈ પર તેમના જ કૌટુુંબિકજનોએ રિવોલ્વરમાંથી ફાયરીંગ કર્યું હતું. જેમાં બંને ભાઈઓને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. હત્યા પ્રયાસના આ બનાવ અંગે કુલ ત્રણ સામે ફરિયાદ નોંધાઈ છે.
કલ્યાણપુર તાલુકાના મહાદેવીયા ગામે વજસીભાઈ ગગાભાઈ ગોરીયાની ખેતીની જમીન પાસે આવેલી ખરાબાની જમીનમાં ઉર્જાના થાંભલા ઉભા કરવાનું કામ ચાલુ હતી. ત્યારે આરોપીઓએ પોતાના આર્થિક ફાયદા માટે તથા ઉર્જા કંપની પર પોતાની ધાક જમાવવા માટે આ કામ બંધ કરાવતા વજશીભાઈ ગોરીયા તથા તેમના ભાઈ મેરામણભાઈ અને કેશુરભાઈ આરોપીને સમજાવવા ગયા હતા. આ સમયે આરોપીઓ ઉશ્કેરાઈ જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેમાં ભરત મુળૂભાઈ ગોરીયાએ પોતાની પાસે રહેલી કારથી મેરામણભાઈને પાછળથી ઠોકર મારી પછાડી દીધા હતા ત્યારપછી રિવોલ્વરમાંથી ફરી ફરિયાદી વજશીભાઈ અને તેમના ભાઈ પર હત્યા નિપજાવવાના ઈરાદે ફાયરીંગ કર્યું હતું.
જેમાં બંને ભાઈઓને મોઢા તથા છાતીના ભાગે ગોળી વાગવાથી ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ બનાવ અંગે વજશીએ પોતાના જ કૌટુંબિકજનો મુળૂભાઈ લાખાભાઈ ગોરીયા, જીગર મુળૂભાઈ અને ભરત મુળૂભાઈ ગોરીયા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા પ્રયાસ, હથિયારધારા ભંગ સહિતની કલમો સાથે ગુન્હો નોંધ્યો છે. જેની તપાસ પોલીસ ઈન્સ. આર.એન. હાથલીયા ચલાવી રહ્યા છે. જ્યારે હાલ ફરિયાદી એવા વજશીભાઈ ગોરીયા અને તેના ભાઈ મેરામણભાઈ ગોરીયા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial