રાહુલ ગાંધીની સોશ્યલ મીડિયા કેમ્પેઈનમાં જોડાવા માટે અપીલ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક વીડિયો ટ્વિટ કરીને સ્પીક અપ અગેન્સ્ટ ફ્યુઅલ હાઈક કેમ્પેઈનમાં જોડાવા અપીલ કરી છે. એક મિનિટના વીડિયોમાં મેસેજ દેવામાં આવ્યો છે કે, કોરોના અને ચીન સંકટ વચ્ચે સરકારે સામાન્ય માણસોને તેના હાલ પર છોડી દીધા છે. સતત ર૧ દિવસ સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરીને લૂંટ મચાવી છે. રાહુલે મેસેજ આપ્યો છે કે, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાથી પરેશાન લોકોના વીડિયો સોશ્યલ મીડિયામાં શેર કરે અને તેમનો અવાજ સરકાર સુધી પહોંચાડે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit