વડાપ્રધાન પોતાના ભાષણોને પોતે જ આખરી ઓપ આપે છેઃ પીએમઓ

આરટીઆઈના જવાબમાં વળતરનો ઉલ્લેખ નહીંઃ

નવી દિલ્હી તા. ૩ઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ભાષણો માટે ઈનપુટ અપાયા પછી પોતે જ આખરી ઓપ આપે છે, તેવો જવાબ એક આઈટીઆઈના જવાબમાં પીએમઓએ આપ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લગભગ દરરોજ કોઈના કોઈ મુદ્દે ભાષણ આપે છે. ક્યારેક રાજકીય રેલીઓ હોય છે તો ક્યારેક કોઈ લોકાર્પણ સમારંભ, તો ક્યારેક વિદ્યાર્થીઓને સંબોધન તો ક્યારેક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાષણ. આ તમામ કાર્યક્રમોમાં પીએમ મોદીનું ભાષણ સૌથી અલગ અને પ્રસંગોપાત હોય છે. જેથી સૌ કોઈને જાણવાની મહેચ્છા થાય છે કે, આખરે પીએમ મોદીનું આ ભાષણ લખે છે કોણ? આ સવાલનો જવાબ જાણવા વડાપ્રધાન કાર્યાલયમાં એક આરટીઆઈ કરવામાં આવી હતી. આ આરટીઆઈ અંતર્ગત એ લોકોના નામ અને નંબર જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે જુદા જુદા પ્રસંગે પીએમ મોદીનું ભાષણ તૈયાર કરે છે.

મોદીના ભાષણને લઈને કરવામાં આવેલી આરટીઆઈમાં એ વાત જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે, ભાષણને તૈયાર કરનારા લોકોને વળતર સ્વરૃપે કેટલા પૈસા આપવામાં આવે છે. આ આરટીઆઈનો જવાબ પણ મળી ગયો છે. પીએમઓમાંથી આરટીઆઈના જવાબમાં કહેવામાં આવ્યું છે કે, જુદા જુદા માધ્યમોમાંથી ઈનપૂટ એકત્ર કરવાની સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પોતે જ ભાષણોની રૃપરેખા તૈયાર કરે છે. પીએમઓ એ જણાવ્યું હતું કે, જુદા જુદા કાર્યક્રમો અનુસાર વડાપ્રધાનને તેના ઈનપુટ પૂરા પાડવામાં આવે છે, ત્યારપછી પીએમ પોતે જ પોતાના ભાષણને આખરી ઓપ આપે છે, જો કે પીએમનું ભાષણ તૈયાર કરવાના વળતર રૃપે કેટલા પૈસા આપવામાં આવે છે તેનો ઉલ્લેખ આરટીઆઈના જવાબમાં કરવામાં આવ્યો નથી.

close
Ank Bandh 29 March
close
PPE Kit