જોડિયા તાલુકાના નેસડા ગામે પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત

જોડિયા તા. ૨૫ઃ જોડિયા તાલુકાના નેસડા ગામમાં જિલ્લા પંચાયતની સ્વભંડોળ ગ્રાન્ટમાંથી રૃપિયા એક લાખ દસ હજારના ખર્ચે પેવર બ્લોક પાથરવાના કામનું ખાતમુહૂર્ત જિ.પં. મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેન એસ.એસ. ખ્યારના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જોડિયા તા.પં. ઉપપ્રમુખ બીજલભાઈ ખીમાણીયા, એપીએમસીના ડાયરેક્ટર ચિરાગભાઈ વાંક, તા.પં. સદસ્ય કરસનભાઈ મકવાણા, નુરમામદભાઈ પરમલ, ચારણીયા, હાજીભાઈ બારૈયા, સરપંચ રાજુભાઈ વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

close
Nobat Subscription