સગીરાના અપહરણના ગુન્હામાં જામીન મુક્તિ

જામનગર તા. ૧૭ઃ જામનગરના હાપા વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર પુત્રી પોતાના ઘરેથી રાત્રિના સમયે ક્યાંક ચાલી જતા તેણીના પિતાએ પાડોશમાં રહેતો મનજીત રાજેન્દ્રસિંગ નામનો પંજાબી શખ્સ પણ ગુમ થયો હોય, તે શખ્સ જ પોતાની પુત્રીને નસાડી ગયો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી. પોલીસે આઈપીસી ૩૭૬ (ર) તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

ઉપરોક્ત આરોપી ઝડપાયા પછી જેલ હવાલે થયો હતો. તેણે જામીન મુક્ત થવા અરજી કરતા કોર્ટે તેને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. આરોપી તરફથી વકીલ જે.ડી. ગણાત્રા રોકાયાં છે.

close
Ank Bandh
close
PPE Kit