નગરમાં ડેન્ગ્યૂના રોગચાળામાં રાહતના અણસારઃ હોસ્પિટલમાં ૩ર કેસ નોંધાયા

જામનગર તા. ૧રઃ જામનગર જિલ્લાના લોકો માથે સતત ઝળુંબી રહેલા ડેન્ગ્યૂના ડંખમાં સપ્તાહના પ્રારંભમાં થોડી રાહત જોવા મળી છે. ગઈકાલે ૩ર નવા કેસ નોંધાયા હતાં, જો કે કેસની સંખ્યા વધુ જ છે, પરંતુ આગલા સપ્તાહની સરખામણીએ દર્દીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. લાંબા સમયથી નગરજનો ડેન્ગ્યૂની બીમારીમાં ઘેરાયા છે. તંત્ર પણ ઉંધા માથે થયું છે, પરંતુ ડેન્ગ્યૂના રોગચાળામાં ધારી સફળતા સાંપડી ન હતી.

આખરે મોસમએ કરવટ બદલતા તંત્રની કવાયતને ધીમી ગતિએ સફળતા મળી છે. એક સમયે દરરોજ ૮૦ થી ૧૦૦ જેટલા કેસો નોંધાતા હતાં તેમાં ક્મશઃ ઘટાડો થજોવા મળી રહ્યો છે.

ગઈકાલે જી.જી. હોસ્પિટલમાં ૩ર દર્દીના રિપોર્ટ ડેન્ગ્યૂ પોઝિટિવ મળ્યા હતાં તો ૩૩ દર્દીઓ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આમ ૮૦, ૯૦ થી ઘટીને પ૦ અને ત્યાંથી ઘટીને ઓ ૩૦ થી ૩ર કેસો નોંધાઈ રહ્યા છે. આમ ડેન્ગ્યૂમાં થોડી રાહત જોવા મળતા તંત્રએ પણ થોડો રાહતનો શ્વાસ લીધો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit