રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડમાં કુલ રૃા. ૪૭,ર૬પ કરોડનું મૂડીરોકાણ

અગ્રણી મૂડીરોકાણો દ્વારા

મુંબઈ તા. ર૧ઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ ('રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ'- અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સએ આરઆરવીએલ માટે મૂડી રોકાણ ઊભું કરવાના અને ભાગીદારોને સમાવવાના વર્તમાન તબક્કાને પૂર્ણ કર્યો છે.

આરઆરવીએલ એ વિશ્વના અગ્રણી મૂડી રોકાણકારો પાસેથી કુલ રૃપિયા ૪૭,ર૬પ કરોડનું રોકાણ મેળવ્યું છે અને નાણાકીય ભાગીદારોને ૬૯,ર૭,૮૧,ર૩૪ ઈક્ગિટી શેર ફાળવ્યા છે.

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના ડિરેક્ટર કુમારી ઈશા મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, 'આરઆરવીએલમાં મજબૂત અને પ્રતિષ્ઠિત ભાગીદારોને આવકારતા અમે ગર્વ અનુભવીએ છીએ. અમારા બિઝનેસમાં અભૂતપૂર્વ રસ દાખવનારા રોકાણકારો પ્રત્યે અમે સન્માનની લાગણી અનુભવીએ છીએ અને તેમના અનુભવ અને વૈશ્વિક પહોંચનો ફાયદો મેળવવા માટે અમે પ્રયાસ કરીશું. ન્યૂ કોમર્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને અમે લાખો વેપારીઓ અને સુક્ષ્મ, નાના તથા મધ્યમ કદના વેપારને સશક્ત બનાવીને ભારતીય રિટેલ સેક્ટરમાં પરિવર્તન લાવનારી ભૂમિકા નિમાવવા માટે પ્રતિબદ્ધ છીએ.'

મોર્ગન સ્ટેન્લી આરઆરવીએલ તરફે નાણાકીય સલાહકાર હતાં અને સિરિલ અમરચંદ મંગળદાસ અને ડેવિસ પોલ્ક એન્ડ વોર્ડવેલ કાયદાકીય સલાહકાર હતાં. બોફા સિક્યુરિટીઝ વધારાના નાણાકીય સલાહકાર હતાં અને પ્રક્રિયાઓ ઉપરાંત ટ્રાન્જેક્શન સ્ટ્રક્ચરિંગ માટે સલાહ આપી હતી.

૧૦.૦૯ ટકા હિસ્સાના બદલામાં કંપનીએ વિક્રમજનક રોકાણ મેળવ્યું

માત્ર બે મહિનામાં આ સેક્ટરમાં સૌથી વધુ મૂડીરોકાણ મેળવનારી કંપની બની

મૂડીરોકાણ પ્રાપ્તતાના દસ્તાવેજ અને શેર જારી કરવા સાથે તમામ મૂડીરોકાણ સંપન્ન

રિલાયન્સ રિટેલ વેન્ચર્સના જોમવંતા બિઝનેસ મોડેલ અને તેની પરિવર્તનશીલ અસરોને વિશ્વના અગ્રણી મૂડીરોકાણકારોનું મજબૂત અનુમોદન

close
Ank Bandh
close
PPE Kit