જામ ખંભાળિયામાં સતવારા પરિવારના માસી- ભાણેજનો રિપોર્ટ કોરોના પોઝિટિવઃ તંત્ર હરકતમાં

મુંબઈ તરફથી આવતા ધોરીવાવ શાળામાં ક્વોરેન્ટાઈન કરાયા હતાંઃ

ખંભાળિયા તા. ર૯ઃ થાણા-મુંબઈ તરફથી આવેલા સતવારા પરિવારના માસી-ભાણેજના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેસનો આંકડો ર૩ પર પહોંચ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બહારથી આવનારા લોકો જ કોરોના પોઝિટિવ નીકળતા હોય છે. ગઈકાલે ખંભાળિયામાં મુંબઈથી આવેલા એક સતવારા પરિવારના બે વ્યક્તિઓને કોરોના પોઝિટિવ નીકળતા તંત્ર હરકતમાં આવી ગયું છે.

થાણા-મુંબઈથી આવેલા આ સત્તર સદસ્યો ત્રણ મોટરસાયકલ અને એક સ્કોર્પિયો કારમાં થાણા-મુંબઈથી આવીને મેડિકલ તપાસ કરતા તાવ, માથાનો દુઃખાવો વિગેરે હોય, નકુમ રીતિકા નરેન્દ્રભાઈ તથા અરવિંદાબેન અશ્વિનભાઈ નકુમ (ઉ.વ. ૪૦) ને પણ માથાનો દુઃખાવો, શરીર દુઃખાવો તથા તાવ હતો. જેથી બન્નેનું ચેકીંગ કરાતા જામનગરમાં લેબોરેટરીમાં મોકલતા બન્નેના પોઝિટિવ આવતા ખંભાળિયા હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં દાખલ કરાયા છે.

ગત્ તા. રર-૬-ર૦ર૦ ના મુસાફરી કરીને ર૩-૬-ર૦ર૦ ના ખંભાળિયા આવતા ધોરીવાવ સ્કૂલમાં ક્વોરેન્ટાઈન કરાયા હતાં. તેમના નમૂના તા. ર૮-૬-ર૦ર૦ ના લીધા હતાં અને આજે સવારે પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. બાકીના હજુ સરકારી ધોરીવાવ શાળામાં ક્વોરેન્ટાઈન થયેલા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલ સુધીમાં ૩પ૦૦ ટેસ્ટ થયા છે જેમાં ર૧ પોઝિટિવ નીકળ્યા અને ગઈકાલના પ૮ ટેસ્ટીંગમાં ર કેસ પોઝિટિવ નીકળ્યા હતાં.

અત્યાર સુધીમાં મોટાભાગના કેસ બહારગામના

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધીમાં જે કોઈ કેસ કોરોના પોઝિટિવ નીકળ્યા તે બધા બહારગામની હિસ્ટ્રીવાળા છે. મુંબઈ, અમદાવાદ, સુરત, રાજકોટ વિગેરે ગામો તથા અજમેરથી આવેલા વ્યક્તિઓને જ કોરોના પોઝિટિવ નીકળ્યા છે. સ્થાનિક સંક્રમણના કોઈ કેસ હજુ નોંધાયા નથી.

જો કે, મુંબઈથી આવેલા વ્યક્તિઓમાં ગઈકાલે એક સાથે બે નીકળતા તંત્ર હરકતમાં આવ્યું હતું તથા તેના સંપર્કમાં આવેલા વ્યક્તિઓના નામ-સરનામા લઈને ટેસ્ટીંગ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મુંબઈથી આવેલા આ સત્તર પરિવારના સદસ્યો પૈકી બે ને ખંભાળિયા સરકારી હોસ્પિટલમાં તથા ૧પ ને ધોરીવાવ શાળામાં ક્વોરેન્ટાઈન કરાયા છે તથા થોડા સમય પછી તેમનું પણ ટેસ્ટીંગ કરવામાં આવશે. બે દર્દી નીકળ્યા તે સરકારી ક્વોરેન્ટાઈનમાં હોય, નવો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર નહીં થાય, જો કે તાજેતરમાં હરિપર ગામે પણ નવા મુંબઈથી પ૮ વ્યક્તિઓ આવેલા પણ તેમનામાં કોઈ લક્ષણો જણાતા નથી. મુંબઈ-અમદાવાદથી વ્યાપક કોરોના પોઝિટિવ આવતા આ વિસ્તારમાં ભય ફેલાયો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit