Advertisement
Author: નોબત સમાચાર

'બેડી ગેઈટકા રાજા' ગ્રુપ દ્વારા સિદ્ધિ વિનાયક ગણેશ મહોત્સવ

શ્રી રંગનાથ સ્વામીના સ્વરૂપે બિરાજશે વિઘ્નહર્તાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: 'બેડી ગેઈટકા રાજા' ગ્રુપ દ્વારા ૧૯મા વર્ષે શ્રી સિદ્ધિ વિનાયક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૭૨ ફૂટની લંબાઈની નળીમાંથી બનાવેલ શેષનાગ ઉપર શયન કરતા શ્રી રંગનાથ સ્વામીના સ્વરૂપની ગણપતિની મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું છે. જામનગરમાં પ્રથમ વખત આ સ્વરૂપે વિઘ્નહર્તાના દર્શન થશે. છેલ્લા ૪૧ દિવસથી ગ્રુપ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. જેમાં મથુરાની રમણરેતી, કાળી માટી અને થર્મોકોલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વર્ષે ગણપતિની સાથે રાજસ્થાનના ખાટુશ્યામ તથા સાલાસર બાલાજીના પણ દર્શન કરી શકાશે. સર્વે ભક્તોને દર્શનનો લાભ લેવા બેડી ગેઈટકા રાજા ગ્રુપ દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh