જામનગરના અનુ.જાતિ મહોલ્લામાં માંસ, મટન, મચ્છીનું વેંચાણ અટકાવો

જામનગર તા. ર૯ઃ જામનગર શહેરના અનુસૂચિત જાતિ મહોલ્લામાં મચ્છી, મટન, ચિકન તથા દારૃના વેંચાણ બંધ કરાવવા અંગે રજૂઆત કરવામાં આવી છે.

જામનગર જિલ્લા દલિત સમાજના પ્રમુખ કે.પી. બથવાર અને ઉપપ્રમુખ કિરણભાઈ બગડાએ મ્યુનિ. કમિશ્નરને પાઠવેલા પત્રમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે, જામનગરમાં અનુ.જાતિ મહોલ્લામાં માંસ, મટન, મચ્છીનું વેંચાણ થઈ રહ્યું છે. તેમજ દેશી દારૃના હાટડા ચાલી રહ્યાં છે.

જય ભીમવાસ, શંકરટેકરી, એરફોર્સ રોડ, વૈશાલીનગર, રાજીવનગર જેવા વિસ્તારોમાં આ બદી ફુલીફાલી છે.

જાહેર રોડ ઉપર વેંચાણ થતી આવી વસ્તુના કારણે સુરૃચીનો ભંગ થાય છે. આથી સત્વરે આ પ્રવૃત્તિ બંધ થાય તે માટે જરૃરી પગલા લેવા જોઈએ.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit