Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યાત્રાધામ દ્વારકાના
દ્વારકા તા. ૫: દ્વારકામાં સમુદ્રની જળરાશિ વચ્ચે બિરાજતાં અને પૌરાણિક શિવાલયોમાં ગણાતા શ્રી ભડકેશ્વર મહાદેવ મંદિરે આગામી દિપાવલીના તહેવારોમાં તા. ૯-૧૧-૨૦૨૬ને સોમવારના દીપાવલી પર્વે. અન્નકૂટ મનોરથના દર્શન યોજવામાં આવનાર છે. સાંજે ૫ થી રાત્રિના ૯ વાગ્યા સુધી ચાલનારા દર્શન મનોરથનો સર્વે દ્વારકાવાસીઓ અને બહારગામથી પધારતા ભાવિકોને લાભ લેવા મંદિરના વારાદાર પૂજારી અમિતગીરી ગોસ્વામીની યાદીમાં જણાવ્યું છે.
તેવી જ રીતે દ્વારકાના પૌરાણિક શિવાલયોમાં ગણાતા શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરે દીપાવલીના તહેવારોમાં તા. ૦૯-૧૧-૨૦૨૬ને સોમવારના દિપાવલી પર્વે અન્નકૂટ મનોરથના દર્શન યોજવામાં આવનાર છે. સાંજે ૫ થી રાત્રિના ૧૦ વાગ્યા સુધી ચાલનારા દર્શન મનોરથનો સર્વે દ્વારકાવાસીઓ અને બહારગામથી પધારતા ભાવિકોને લાભ લેવા મંદિરના વારાદાર પૂજારી સુભાષગીરી ગોસ્વામીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial