જામનગરમાં તળાવની પાળ સ્થિત પુસ્તકાલયનું બાથરૃમ બંધઃ હાલાકી

જામનગર તા. ર૧ઃ જામનગરના તળાવની પાળ સ્થિત વાંચનાલય - પુસ્તકાલયમાં પાણીના કારણે બાથરૃમને તાળા મારી દેવામાં આવ્યાં છે. આથી ખાસ કરીને મહિલા વાંચકોને મુશ્કેલીઓ પડી રહી છે.

આ વાંચનાલયના નિયમિત વાંચકઓએ એક રજૂઆતમાં જણાવ્યું છે કે, તળાવની પાળ સ્થિત પુસ્તકાલયમાં પાણીના અભાવે બાથરૃમ બંધ કરી દેવામાં આવ્યાં છે. આથી મહિલા વાંચકોને ફરજીયાત નજીકમાં બાલા હનુમાન મંદિરના બાથરૃમનો ઉપયોગ કરવાની ફરજ પડે છે.

આ બાબતે પુસ્તકાલના કર્મચારીઓ કોઈ જ કાર્યવાહી કરતા નથી. ઉપરાંત પીવાના પાણીની પણ સમસ્યા છે. સ્થાનિક કર્મચારીઓને ફરિયાદ કરવામાં આવે તો તેઓ જિલ્લા પંચાયતમાં ફરિયાદ કરવાની સલાહ આપે છે. તાજેતરમાં મોટી રકમની ગ્રાન્ટ મળી હતી પરંતુ પાણી માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. આ અંગે જિલ્લા અધિકારીઓએ યોગ્ય પગલા લેવા જોઈએ.

close
Ank Bandh
close
PPE Kit