Advertisement
Author: નોબત સમાચાર

મોટા થાવરીયા પાસે સ્કૂટરને મોટરે ટક્કર મારતા નગરના બે વ્યક્તિને ગંભીર ઈજા

સ્પોર્ટ્સ સંકુલ પાસે અકસ્માતમાં પ્રૌઢને ફ્રેક્ચરઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગરના ભીડભંજન સામેના રોડ પર બે સપ્તાહ પૂર્વે એક પ્રૌઢને સ્કૂટરચાલક મહિલાએ ઠોકર મારતા ફ્રેક્ચર થઈ જવાથી પ્રૌઢને હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યારે ગઈકાલે સવારે કાલાવડ હાઈવે પર મોટા થાવરીયા પાસે સ્કૂટરને મોટરે ટક્કર મારતા નગરના બે યુવાન ઘવાયા છે.

જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે ભીમવાસની શેરી નં.રમાં રહેતા માલાભાઈ જીવાભાઈ કંટારીયા (ઉ.વ.પપ) નામના પ્રૌઢ ગઈ તા.ર૯ની રાત્રે ભીડભંજન મંદિર સામે જામ્યુકોના સ્પોર્ટસ સંકુલ પાસેથી રોડ ક્રોસ કરતા હતા ત્યારે જીજે-૧૦-ઈએફ ૬૪૪૮ નંબરના સ્કૂટરના મહિલાચાલકે ઠોકર મારી પછાડી દેતા માલાભાઈનો હાથ કાંડા પાસેથી ભાંગી ગયો છે. તેઓએ મહિલા સામે ફરિયાદ નોંધાવી છે.

મૂળ કલ્યાણપુર તાલુકાના ગાગા ગામના વતની અને હાલમાં ગુલાબનગર પાસે પ્રભાતનગરમાં રહેતા માનસંગ ગુરૂભા વાઢેર તથા તેમના મિત્ર જયંતિભાઈ કલ્યાણજી પરમાર ગઈકાલે સવારે જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર મોટા થાવરીયા ગામ પાસેથી જીજે-૧૦-ઈએફ ૩૯૦૭ નંબરના સ્કૂટરમાં જતા હતા. આ વેળાએ જીજે-૧૧-સીકયુ ૧૮૮૯ નંબરની મોટરે પાછળથી સ્કૂટરને ઠોકર મારતા સ્કૂટર ચલાવી રહેલા જયંતિભાઈ તથા પાછળ બેસેલા માનસંગ ફેંકાઈ ગયા હતા. માનસંગને કમર તથા માથામાં ઈજા થઈ છે અને જયંતિભાઈ માથામાં ગંભીર ઈજા થવાથી બેભાન બની ગયા હતા. પંચકોશી એ ડિવિઝનમાં તેની ફરિયાદ કરાઈ છે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh