દ્વારકાના જગત મંદિરે કોરોનાના નિવારણ માટે લઘુ વિષ્ણુયાગ યજ્ઞ

ખંભાળીયા તા. રપઃ દ્વારકાના જગત મંદિરે કોરોનાના નિવારણની પ્રાર્થના સાથે લઘુ વિષ્ણુયાગ યજ્ઞ યોજાયો હતો.

ગમે તેવી આપત્તિઓ આવે, કુદરતી આપત્તિ કે માનવ સર્જીત આપત્તિઓના નાશ માટે દ્વારકાધીશના ઈતિહાસ પ્રસિદ્ધ છે. અગાઉ ભારત પાક યુદ્ધ વખતે, ર૦૦૧ ના ભૂકંપ તથા અનેક કુદરતી આફતોમાં દ્વારકાધીશ લોકોને સહાયરૃપ થયાના ઉદાહરણો દેખાય છે. મંદિરના પૂજારી ગણો તથા શાસ્ત્રીઓની પ્રેરણાથી જગત મંદિરમાં કોરોના રોગના નિવારણાર્થે તથા હાલ વિશ્વમાં ભયનું વાતાવરણ તથા મોટી સંખ્યામાં આ મહામારીથી મૃત્યુ પામેલા વ્યક્તિઓની વિશ્વ શાંતિ માટે લઘુ વિષ્ણુયાગ યજ્ઞનું આયોજન મંદિર દેવસ્થાન સમિતિ દ્વારા કરાયું હતું. સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર ડો. નરેશકુમાર મીનાના યજમાન પદે આ યોજાયેલ એક દિવસીય મહાયજ્ઞના સંકલ્પમાં જ વિશ્વ શાંતિ તથા કોરોના મહામારીના નિવારણાર્થેનો સંકલ્પ લઈને નવગ્રહ શાંતિ સાથે શાસ્ત્રોક્ત વિધિ તથા વેદોક્ત મંત્રોચ્ચાર આહુતિ સાથે આ યજ્ઞ થયો હતો. કોઈપણ યજ્ઞનું ભારતીય સંસ્કૃતિમાં વિશેષરૃપે મહત્ત્વ રહેલું છે તથા ભૂતકાળમાં અમેરિકાની સ્કાયલેબ આકાશમાંથી પડી હતી ત્યારે પણ તેનાથી નુકસાન ન થાય તે માટે યજ્ઞ થયા હતાં અને તે લેબ સમુદ્રમાં પડી હતી તે પુરાવો છે ત્યારે જગત મંદિરમાં દ્વારકાધીશના સાંનિધ્યના યજ્ઞનું ખૂબ જ મહત્ત્વ મનાય રહ્યું છે.

close
Nobat Subscription